બુધવાર, 1 ઑગસ્ટ, 2012


મુવો માથાનો ભટકાણો, મુવો માથાનો ભટકાણો
કાયમ કનડે કાળમુખો, કંથ કજાત્ય કપટી કાણો..માથાનો ભટકાણો

દસ દાડા જ્યા દુર જાઊ ત્યા થાતો રઘવાયો
કામ નો કુટ્યો ધણખુટ્યો મારો મેલે ના પડછાયો

પાછળ
પાછળ ફરતો મારે પ્રારબ્ધે પડીયો પાણો..માથાનો ભટકાણો

ભાર્યા ભાળીને થાય ભુરાયો ભાગ્ય તણો ભમરાળો
ભદવો ભેંટ્યમા ભીંસતો ભુંડો . ભંભોળ ભૂખરવાળો

મલકમા
સચવાતો મારી સોડ્યમા શે સચવાણો..માથાનો ભટકાણો

એદી અદોદળ અથરો અકોણો અક્કલનો ઓથમીર
બાયડી પાસે બકરુ બનતો ભારે માયલો ભડવીર

હિમ્મતસરખો ધણી પરણીને ભવ મારો રોળાણો..માથાનો ભટકાણો


શુક્રવાર, 22 જૂન, 2012

 " ફેફસાફાડ  હાઈકુ "

દારૂડીયાએ હાઈકુ લયખુ...
:
રમ વોડકા
વ્હીસ્કી વાઈન જીન
લઠ્ઠો મહુડો...!
.........
ગામના બાપુએ હાઈકુ ઠોક્યુ
:
ધુંબા ગડદા
પાટા કોણીયુ ઢીકા
ઘુસ્તા થપાટ
........
પોલીસમેને હાઈકુ ઢબેડ્યુ
:
હવાલો લાંચ
હપ્તો ને પેટ્રોલીંગ
ભીનુ સંકેલ્યુ
.........
ખેડુતે હાઈકુ વાવ્યુ
:
ઢાંઢા પોદળા
ખપાળી નિંદામણ
વાડી ગમાણ
.............
મીસ્ત્રી એ હાઈકુ છોલ્યુ
:
સાલ વહેર
ખરપી ના છોડીયા
વાંસલો રંધો
..........
કોંગ્રેસનુ હાઈકુ
:
ગોધરા સીડી
યદ્દુરપ્પા બાબરી
હિસાબ માંગો
......
ભાજપનુ હાઈકુ
:
આદર્શ તેલ્ગી
બોફોર્સ કલમાડી
રાજા સિંધવી
............
મોદીનુ હાઈકુ
:
પાંચ કરોડ
જનતા નો વિકાસ
મોદી સિવાય
...........
નવજોત સિદ્ધુ નુ હાઈકુ..:
:
હાહાહાહાહા
હીહીહીહીહીહીહી
ખીખીખીખીખી
.........
ઇમરાન હાશ્મીનુ હાઈકુ
:
ધીસ વિડીયો
ઈઝ હાર્શ ન સ્પામ
સો લીવ ઇટ
........
અન્ના હજારે નુ હાઈકુ
:
એક દો તીન
પાંચ છે સાત આંઠ
નૌ અનશન
........
ફેસબુકીયાનુ હાઈકુ
:
રાત્રે બે સુધી
ચેટ,થાય આળસ
તણી કમાણી
.........
હિમ્મત છાયાણી નુ હાઈકુ
:
બાયડી ઘેલો
ટાવડો બડબોલો
ફેંકુ ફુલણ
.....
{ ઇતિ હાઈકુયમ અધ્યાય સમાપ્ત}

બુધવાર, 29 ફેબ્રુઆરી, 2012

હસવા જેવા જોડકા ગીત

મારા રૂદિયામા વાસ facebook કરે છે
મારા ઉભરા અંતર ના outlook કરે છે...

રોજ ઉજાગરા આંખ્યુ ઉપર rock કરે છે
મને સપનામા યંગ છોડીયુ pock કરે છે....મારા રૂદિયામા

રૂપલી ને રાજુડીની આવી ફ્રેન્ડ રિકવેસ્ટ,
સોશ્યલ લાઈફમા ઉગ્યો છે દિવસ બેસ્ટ,
ભલે પધાર્યા નો આપ્યો મીઠો આવકાર,
પરબારી શાયરીને વોલ પર કરી ને પેસ્ટ,

મને ચટકા ચેટીંગ ના એવા knock કરે છે....મારા રૂદિયામા

જેમ વાદલડી વરસે ને મેંડકો મંડાઈ જાય
ફિમેલ ની વોલ એમ કોમેન્ટે છવાઈ જાય
લાઈક તો એમ જાણે વાટકડી નો વહેવાર
વાત ના વિષયાંતર ટ્રેન્ડમા તણાઈ જાય

અહી puddle ને હવા ભરી hillock કરે છે....મારા રૂદિયામા

જ્યા અલકમલક ની અજબગજબ ભાષા
સંદેશ સુવિચારો જાણે ચેતવણીના જાસા
ધર્મ ને રાજકારણ અભ્યાસ કે વ્યવસાય
મંથન ને અવઢવ પોકળ દંભના ખુલાસા

સાચા સત્ય ના પૂજારીને સહુ block કરે છે..મારા રૂદિયામા
.....

શબ્દાર્થ :

.
outlook : સમગ્ર દર્શન ( અહી )..વિચારોના આવેગને ચિત્રાંકિત કરવુ

puddle : નાનુ ખાબોચિયુ

hillock : ટેકરો ઢોરો ..
18 / june / 2012
..................................................
પ્રેમ મા કોઈ પડશો નહી અમે પડીને પછતાણા
લફરુ કરી ને લાભ લેવા ગ્યા લગન કરી લુંટાણા

જે મારગે શીવજી ચાલ્યા ન્યા ડગલા માંડી જોયા
થયા પ્રેમમા પરાધીન ગાંઠ્યના ગોપીચંદન ખોયા
ભોળાનાથ મોહ્યા ભીલડીમા ને ગામે ગામ પુજાણા
પરણી ને અમે ભીલડી મોહી નાત્ય બહાર મુકાણા...

બાયડી માગે રોજ બાર વાના તાવડી માંગે છે તેર
પરજા ને બસ બાપની ધોરાજી ઉપરવાળા ની મેર
હતા કુંવારા ત્યારે કિંગ હતા રીઢા રઝળપાટી રાણા
જુવાનીને દઈ ઝાટકે અમે રોમાંસ ને રંગ રોળાણા...

હપ્તો ચુક્યો કાર લોન નો અને ગઈ હાથ માથી કાર
પરણ્યો હોત જો લોન લઈ હપ્તો ચુકતા કેટલી વાર
સમજણ આવી ચાળી વર્ષે ત્યા વિતી ચુક્યા’તા વાણા
પડ્યા એવા ભોગવ હવે "હિમ્મત" હવે થા થોડો માણા

13 / june / 2012

...................................................

{ " મારા સાયબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ " .. એવા ઢાળ વાળુ જોડકણુ , હિચ તાલ }

પચતા નથી ભાવતા નથી સદતા નથી રે
મને બાયડીના પરોઠા હવે પચતા નથી રે

ભાવતા નથી ગમતા નથી ચાવવા નથી રે
મને બાયડી ના પરોઠા હવે પચતા નથી રે

બાજરો ન ભાવે મને ઘઊ નો ન ભાવે , ફાસ્ટફુડ સામે દેશી ઉણુ કેવરાવે
રૂપાળા પીઝા ખાવા હરખે જીભલડી , તિખારીના ત્રાસે મને મેકરોની ભાવે

તારા રોટલા જાડા તાણી તાણી હાથ તુટ્યા રે
મને બાયડી ના પરોઠા હવે પચતા નથી રે

મારે રે ખાવા હોટ બ્રાઝિલી ફેઈજોડા , તારે રે શાક હોય કાયમ ઘીસોડા
નાસી ગોરેન્ગ મને ભાવે ઇન્ડોનેશ ની , તારે ખવરાવવા કડવા કંકોડા

તારી દાળ ના તુરા તુરા ઓડકાર આવે રે
મને બાયડીના પરોઠા હવે પચતા નથી રે

ભુરી અમેરિકન સ્વીટી એપલ પાઈ , ફેશન ની ફુદડી ગોરી છે ફ્રેન્ચ ફ્રાઈ
આફ્રીકી બોબોટી માણનારા જાણે , સ્લીમ ને ચીબલી બેંગકોકી ડીશ થાઈ

મારે બોલોનીઝ પાસ્તા ખાવા ઈટલી જાવુ રે
મને બાયડી ના પરોઠા હવે પચતા નથી રે

ખાવા માટે રોજ ’ હિમ્મત ’ના કજીયા ,અબખે પડ્યા મેથી ડુંગળી ના ભજીયા
ઇઝરાયલી ફાલાફેલ ટર્કી બાકલવા ,ખાતા ધરાય નહી ફીલીપીનો લુમ્પિયા

લટ્ટુ ભાયડાઓ ને બાયડીયુ જુની બદલી કાઢવી રે
મને બાયડી ના પરોઠા હવે " હાક ...થુ " ભાવતા નથી રે

શબ્દાર્થ :

તિખારી :દહીને વઘારીને બનાવાય

મેકરોની : રશિયન આઇટમ

ફેઈજોડા : બ્રાઝીલ નુ એક ખાણુ

નાસી ગોરેન્ગ : ઇન્ડોનેશિયન ડીશ

કંકોડા : કંટોલા વાડ મા વેલો હોય કંકોડાનો

એપલ પાઈ : અમેરિકન ફુડ

ફ્રેન્ચ ફ્રાઈ : બટાકા ની ચીપ્સ

બોબોટી : સાઉથ આફ્રિકન ડીશ

બોલોનીઝ પાસ્તા : ઇટાલિયન ફુડ

10 / june / 2012
.................................................................................................
મુ ને લેપટોપડી નવી ઘડાઈ દે રે, ડેસ્કટોપડી જુની ગમતી નથી..
મુ ને માઈક્રોસોફ્ટી નવી દે રે,ડીસ્ક ઓપરેટડી જુની ગમતી નથી

ચાર્લ્સ બેબેઝની ગગી એનિયાકડી,૯ ફુટ ઉંચી હળપાવૈયા સી ફાંકડી
વીજળી પીવે કિલોવોટ ઇ દોઢ સો, ખાય રાત દિ નવ ધરાતી રાંકડી

એને ગદરાવી ગજવુ હવે થાક્યુ રે, ડેસ્કટોપડી જુની ગમતી નથી...મુ ને...

ઊંઘે છે ટેબલે પખ્તી ડેસ્કટોપડી, જાણે જંગલ રોકી ને સુતી છે લોકડી
જાગતા ભવ થાય મોંઘો પાવર ખાય , કામાકુટલ ની કિમત છે દોકડી

મારા સર્વરનુ સરોવર ઢીચી જાય રે,ડેસ્કટોપડી જુની ગમતી નથી..મુ ને..

નાની નાજુક ને નમણી લેપટોપડી,જેમ વાંઢાના હાથમા રોમાંટીક ચોપડી
ચાલે રૂમાની સાયલન્ટ મસ્તાની , ખોળે ખડકાણી જાણે નોલેજ ની ઝુંપડી

ઇ તો મોબીલીટીની છે મોટી દેવ રે , ડેસ્કટોપડી હવે ગમતી નથી...મુ ને...

{ આ જોડકીયા લોકગીતમા એક પતિ અને એક ડેસ્કટોપપતિ ની કરૂણતા નો સંયોગ દર્શાવવાનો પ્રયાસ કરવામા આવ્યો સે...
એ સમજાણુ અથવા નો હમજાણુ.... એ મુદ્દો મહત્વનો બની રહેશે....}

5 / june / 2012
......................................................
ઘરવાળી  ઘોલરીયુ મરચુ
પ્રેમથી ચાંપ્યુ છાતી સરસુ

પરણી ને પસ્તાયો પોપટ,સજળ આંખે આંસુ વરસુ, ઘરવાળી...

સગાઈ સમયે ચાખેલી ચીલી,રાતાપાણીએ રોવડાવે
લગ્ન કર્યાને લાગી લ્હાય,જેને ધણી દુધથી ધોવડાવે

અગન જાળ જીહવાની ઠારવા,આયખુ આખુય ખરચુ, ઘરવાળી...

દસ્તક દઈ રહી આજ દરવાજે,સમજણ તણી સન્નારી
ચાળીસ વર્ષે કેમ સાચવવી. એક ઘર મા બે બે નારી

બે બાબલા નો બાપ બિચારો, કેમ સમજે સારુ નરસુ, ઘરવાળી...

ગુણવત્તામા ગોંડલિયુ મરચુ,"હિમ્મત" હરખે લાવેલો
ભાર્યા તણા ભૂત ઝોલકિયાને,ચાર ફેરા ફરીને ફાવેલો

સુખનો તે દિ ઢળ્યો સુરજ,શુભ સવાર પડવા તરસુ, ઘરવાળી...
11 / march / 2012 /  : 12 : 06 pm

..................................................

સમી સાંજની હોળી સળગી
પરંપરા પરિક્રમાએ વળગી...

શેરડીને ખજુર લૈ પુગ્યા,ભૂતપૂર્વ વારછડા વાંઢા
ધૂંસરીયુ ઘર સંસારી ઢસડવા, ઢીક કાઢેલા ઢાંઢા

સમજણ થાશે ધુળને રાખ છાણા ભેગી સમુળગી...સમી સાંજની

ઉલંઘશે હોળી માતા પ્રગટ તાજા જ્ન્મેલા બાળ
ઉભી પુંછડી ભૂત ભાગશે અડતા અગન જવાળ

અંધશ્રદ્ધાની ઓથે લોકની અક્કલ રે’તી અળગી....સમી સાંજની

અગ્નિ હોમે નાશ પામતી, દુન્ધા પુતના હોલિકા
ભ્રષ્ટાચાર કેમ ભારત ભીસે, બુદ્ધી નથી બાલિકા

લોકપાલના ભીના છાણે અગ્નિ નથી કૈ વળગી.....સમી સાંજની

મુક્ત વ્યાપારનો મુષક મોટો,કરકોલે ફુંકો મારી
મૃત:પ્રાય સ્વદેશી ઉદ્યોગ વેઠે ભયંકર હાડમારી

સંસ્કૃતી દેશી ગાય જેને વિદેશી બગાયુ વળગી....સમી સાંજની
4 / MARCH / 2012 : 1 : 40 pm
..........................................................
ભલા મારે તો !એકસો બત્રીસ કીલો ની બાયડી

નજાકત રહે નેવુ ગાઉ છેંટી એવી એની કાયડી

બાર મહિને બજાર જાતી આખી શેરી વનવે થાતી
બાઈક કાર હડફેટે લેતી રૂમઝુમતી ભડ ભાયડી ! ભલા મારે તો..

મદ ભરેલી મદની લાગે જ્યારે મૌન મુખડે એ રાખે
વાણી ઊચ્ચરે વખ વછુટે ભાષાની ભારે વાયડી ! ભલા મારે તો...

ઉનાળે છુટેલી બાળ સ્કુલ એને પગલે પગલે ચાલે
સંઘ સઘળો ઓથે સચવાતો એવી જબરી છાયડી ! ભલા મારે તો..

દહ વરહમા હરેક ઘરના અરિસાઓ બદલાઈ જાય
હરણ આકારની હતી તે ગઈ હાથણી જેવી હાયડી ! ભલા મારે તો..

કુંવારા મડદો કન્યા કાજે જયારે વરઘોડે ચડે સે
હેરાન થવાના હરખપદુડા"હિમ્મત"ને હૈયે લાયડી ! ભલા મારે તો...

21 / feb / 2012
--------------------------------------------------------------------
ઇ તો તમારે મન વેલેન્ટાઈન ડે
પવણેલાને રોજ વેલણખાઈન ડે

ભોર ભયે ભાર્યારાણી જાગે,નહાવાના ઉના પાણી નાથ પાહે માંગે
ઘરવાળી જ્યારે પહેરશે ઘાઘરો,બાંધશે નાડી નેફા એનો કહ્યાગરો
કપડા ધોઈ ઉજવે ધોકાટાઈન ડે
ઇ તો તમારે મન વેલેન્ટાઈન ડે
પવણેલાને રોજ વેલણખાઈન ડે

હિંચકે ઝુલે હાથણી શી પટરાણી,ધણી કરે ધરકામ જાણે નોકરાણી
જમવા બેસે અજગર જેવી જાયા,ઓડકાર મારે ટીપણા જેવી કાયા
પતિને રોજ વાસણ ઉટકાઈન ડે
ઇ તો તમારે મન વેલેન્ટાઈન ડે
પવણેલાને રોજ વેલણખાઈન ડે

પોઢે પલંગે પહોળી પરણેતર, હોય પગચંપીમા પ્રવિણ હર એક વર
ગૃહસ્થી ગુંચવાડે આયખુ ઓગળે પરણ્યા પુરૂષો પત્ની પાહે પીગળે
હિમ્મતને મગજ કાટખાઈન ડે
ઇ તો તમારે મન વેલેન્ટાઈન ડે
પવણેલાને રોજ વેલણખાઈન ડે

અમારા ત્રણ ત્રણ ગુરૂદેવ... અધીર અમદાવાદી, Naresh K Dodia, Badhir Amdavadi,

આ ત્રણેય પરણીને " પામર " થઈ ગયેલા અમારા ગુરૂદેવોને શ્રદ્ધાંજલિ રૂપે અર્પણ કરી રહ્યા છીએ..

13 / feb / 2012
----------------------------------------------------------------------
જાગો રે !તમે વ્હાલા મારા ભાર્યા રાણી
પ્રેમે કરી જગાડે તમને ભુખડુ રાંક ધણી

કુતરે બોટેલો કળશ્યો જળ ભરીને મુક્યો
તમને દાતણ કરાવવા કેદાડો હુ ચુક્યો

ન્હાવા માટે ટીપણુ ભર્યુ જેમ ધમારુ ભેંસ
સાક્ષાત જોગમાયા લાગો છુટા મેલી કેશ

ગાગર જેવા મુખ ને રૂડા રૂમાલે લુછો રે
પ્રેમતણા પ્રશ્નો અમને શીરામણે પુછો રે

મુખવાસ લ્યો પિયરે સાસુનો બનાવેલો
તારી સગાઈ ટાણે જેવો મને બનાવેલો

આસને પધારો મારા રૂદિયાના રૂપવાન
ઠોકુ સલામ એવી જેમ રાણી ને દિવાન

ફરમાવો આરામ મારા પ્રિય પત્નીરાણી
ધણી પરવારશે ઘરકામ જેમ નોકરાણી

ઝાડુપોતા કરુ જેમ જુત્યો નંદી ઘાણીએ
પ્રેમની ઝલક દઈ કૃપા કરી સે રાણીએ

મુજ હૈયા હીંચકે ઝુલે પીપડા જેવી પ્રિયા
વાગોળ ઝુલે વડ જેવી કૈક અંશની ક્રિયા

હે મારા કાળજ્યાના કટકા તણા ઠકરાણા
થાળ જમોને પછી ઊટકુ, હુ એઠા ઠામણા

ઢળી રાત રઢીયાળી હવે પોઢો તમે પ્યારા
પગચંપી કરતા તમના દર્શન થાતા ન્યારા

પામીને પત્નીદેવી નેહિમ્મત ગોલો ન્યાલ
પરણ્યા વિણ દુર્ગતિ એ પટેલ-દંપતિ ખ્યાલ

13/ jan /2012
--------------------------
પ્રેમના નામથી કઠણાયે કેવી કસકસાવી ભરી સે બાથ
જે દિવસથી હાહરા એ સોપ્યો, અમને બાયડી નો હાથ

છે સાત ફેરા જો સાત ભવના,તો મગજના આંટાનુ શુ
એક ભવે તો ગળે આવીગ્યા,કેમ જાશે છ ભવનો સાથ

લગન લાલચ ભમ્મરીયો કુવો, જાણતા છતા ખાબક્યા
નીકળવા લાલો વલખા મારે, મને ઉગારો ભોળ્યાનાથ

સગાઈ વખતે દેખાડેલ મુદ્દો,દહ વરહમા બદલાઈ ગ્યો
એંટ્રી ભરીતી એક્સપ્રેસ વે ની,ને થ્યો નસીબ ફુટપાથ

પતિ ની લાલચની વાત કરે સે,હિમ્મત થૈ હરખપદુડો
તારા જેવા તો કુંવારા જ ભલા, તને ન હો ભાર્યાસંગાથ

17/ dec /2011
----------------------------------------------------------------------------
પરણીત દંપતિઓની આજ વાત કરુ સુ
ભારે જોખમ ખેડવા નુ હુ સાહસ ભરુ સુ

સમજે પતિદેવો પોતાને તીસ મારખા
એને શીલા ખપે  ન જોઈએ શુણપંખા

એને ઘરે ઘડેલો રોટલો કરડવા દોડે સે
પડોશી દેખાવડા પીઝા ભરડવા લડે સે

ઘરની બયરી ને તો ભુંડી બલા ગણે સે
પારકી લલના ના ખોટા કિલ્લા ચણે સે

આમ તો ઘરવાળી ઓ નો પણ સે વાંક
પતિ ને શેકે ચુલે જેમ ડોડે ભરાવી ત્રાક

પરણેલા ઉમાદેવીને જે થઈ ગૈ ટુનટુન
ભુખડુ પતિઓ એ બાબતે સાવ સુનમુન

હાહરાદત્ત વાગ્દતાની એક ડીસક્લોઝર
લીધી હતી સેડાન ને પામ્યા બુલડોઝર

સવિકલ્પ અનુકરણમા કશુ ન સમજાય
કપડા ડેમો ડ્રેસગર્લ્સના જોઈને હરખાય

ફાલતુ વસ્તુની શોપીંગ મોલમા ખરિદી
મહા મહેનતે રળેલા પૈસા ની બરબાદી

લિબાસમા શોટ સ્કર્ટ લબડે સે એની ફાંદે
જાણે કે પાણી ગાળવા બાંધ્યુ ગરણુ નાંદે

નથી ઢોંગી પુરૂષને ઇચ્છાઓ પર સંયંમ
સવારે મણીબાઈઓને ન ખપે વ્યાયામ

હિમ્મત આકાર મર્યાદાનો પક્ષ ખેંચે સે
૨ મણ પાવડર ડબ્બા ભંગારમા વેંચે સે

November 29 / 2011  /  at 12:29pm
.....................
લગ્નગાળો
લગ્નનો માહોલ જામ્યો સે ગજબનો
,

રિવાજેય સુધર્યો ફેશનમા અજબનો,

બેન્ડવાજા ઢોલ એક્સપાયર થયા સે,
ટેમ્પામા ખડકેલ ડીજે આવી ગયા સે,

પેરણ-ચોરણી ની જગા સુટ લઈ ગ્યુ,
ખાસડાને બદલે કુમળુ બુટ થઈ ગ્યુ,

ઘોડા પાવર બની એન્જીનમા સમાયા,
તેથી જ ભાડે મોટરુવાળા ખુબ કમાયા,

લાજ-મલાજા તો સુપમા પીવાઈ ગ્યા,
રિસેપ્સનમા લગન ગીત વિખાઈ ગ્યા,

વરકન્યા અટલે બ્યુટી પાર્લરનુ બીલ,
રકમ હાંભળતા જ ઘગે વેવાઈનુ ડીલ,

શણગારેલ કાર માથી લાડી ઊતરેલ,
જાણે સુકાયેલ પીપળે સાડી વીંટળેલ,

વરરાજો કાળુ આજે કેવો ઝગમગે સે,
વેવાણની આંખ્યુ હરખમા તગતગે સે,

લાડવા ને મોહનથાળ બન્યા ભુતકાળ,
પડ્યા પંજાબીને ચાઈનીઝ ના દુષ્કાળ,

સુખી દાંપત્યની દુવા મા ૫૦૦ની નોટ,
જેટલી લાઈન નાની એટલી વધુ ખોટ,

" હિમ્મત "રાખી ને સહુ કંકોતરી ખોલજો,
સુધર્યો લગ્ન રિવાજ એમ માની મોલજો,

November 22 / 2011  / at 7:44pm
..........................
ઐશ્વૈર્યા રાય જો કાઠ્યાવાડ્યમા બેબીને જ્નમ આપે તો..
એ તગારુ ભરીને ઢેખવાળો મોકલાવો એશને ન્યા નાનુ થ્યુ

ખાટલા ની હેઠે ઉનો ભંડારો પ્રગટાવો એશને ન્યા નાનુ થ્યુ
ઘઊને ચણા કેરા બારબળીયા રંધાવો એશને ન્યા નાનુ થ્યુ
ભેસુ અને ગાયુ ને ઘુઘરિયુ  ખવરાવો એશને ન્યા નાનુ થ્યુ
ગોળા માટલાના પાણી ખાલી કરાવો એશને ન્યા નાનુ થ્યુ
સઈ સુયાણીને ઘયરે સીધુ મોકલાવો એશને ન્યા નાનુ થ્યુ
ગોરભામણના કુંડલી ટીપણા વિખાવો એશને ન્યા નાનુ થ્યુ
સુખડી કાટલા ના આંધણ રે ઉકળાવો એશને ન્યા નાનુ થ્યુ

November 16 / 2011   at 11:05am
...................
બંધાણ થયુ જેને ફેસબુક નુ એ ધણી સહુ ચેતી જાજો

અતિની ગતિ બહુ ભુંડી
, જાણો હાચા સમયનો તકાજો,

લેટ નાઈટ લગી પકડી રાખે એને ઉંઘ કેમ ના આવે,
ચેટમા ચોટીને ઘુંટડા ભરતો
,જેમ બોતડુ ઉંટ ને ધાવે,

ક્યો રહ આવે સે ફેસબુકમા ,જેને નથી ખાવાની ભાન,
બાયડી આવીને ધોકો ઝીંકે,તોય ઠેકાણે ન આવે સાન,

લાઈક કોમેન્ટુનો કેફ ચડ્યો,હમજે સે પોતાને તો અઠંગ,
આમ જ હાલશે તો નક્કી સે, થાહે એક દિવસ ઘરભંગ,

કમાણી નથી પઈપેદાશની,ને ઉધામા આદરે સે અપાર,
બાયડી રળી ને બીલ ભરે સે, બ્રોડ બેન્ડ ભાયડાનો ભાર,

"હિમ્મત" નો ખરો અરથ હમજે,ભલો ઇ માટીડો ન્યાલ,
બીજુ બધુ માથા પરથી જાય,બાકી સમજ ભીન્ન ખ્યાલ,
.....
{ આને સલાહ ન ગણવી }
November 12 / 2011 /  at 1:32pm
...................
આજે કડવા ચોથ.....
આજ તાકીશ મને ચોથની ત્રાક,પસે ગાળીશ લોટ ચાળવાને આંક
કોને કહુ તારા સૌભાગ્યની વાત રોજ પીરસે મને બયરી મેથીપાક

પગચંપી કરતો હુ પીયુડો લાગુ, વાસણ માંજતો વહાલીડો લાગુ
ધામેણો બનીને કપડા ધોકાવુ એને હિચકે હિચકતા ન લાગે થાક

વ્રતનો ઉપવાસ તો તારુ બહાનુ છે મારી નઘરોળ નકટી વહાલી
ઓફિસેથી આવીને તને રાંધી દઉ તયે ઝાપટીશ તુ રોટલાને શાક

તારા પિયરના મહોલ્લાવાસી તને રિવોલ્વર અમથી નોતા કેતા
A.K. 47  જેવી જબરી ધાણીફુંટ અડોશ પડોશમા કેવી ગજવે હાંક

સ્લીવલેસ ને શોર્ટસ્કર્ટ પાણીની નાંદને બાંધેલા ગરણા જેવા લાગે
ખરજવાથી ખદખદી ગયેલ ઉઘાડી તારી ફાંદને એના વડે ના ઢાંક

બાળકો ડરતા તારાથી જ્યારે પધારે બાથરૂમથી છુટા મેલીને કેશ
સાક્ષાત દશામા પધાર્યાના ઇમેજીન થાય વગર રાવળ અને ડાક

કડવી ઉગી ચોથ પતિદેવની સાવરણી ઝીંકતી આજ ચારણી લેશે
હિમ્મત ઉભો રેશે બૈરી હામે સમસ્ત પતિ જાત નુ કપાવવા નાક

October 15 / 2011  /   at 6:02pm
...........................
હુ તો બાયડીઘેલો...રે
જેવો કાનુડાને હતો રાધાપો, એવો જ મને ઉગ્યો બાયડીપો
ઇશ્વર મારુ આયખુ લય લે પણ ન દેતો ઘરવાળીને રંડાપો

દેખાવમા સુમો જેવા ભલે લાગે દિલના પણ સે બહુ વિશાળ
મહાસાગર જેવા અમારા ઇ, હુ એમા તરતો વિહરતો તરાપો

આધેરા જાય જ્યારે મને એકલા મુકીને મારા વહાલા વાઈફ
શોરવે નય ક્યાય જરાય મુજને ભુંડો ભરડો લે મને ખાલીપો

પરણતી વેળા લીધેલુ રિઝોલ્યુશન,એમને પુછીને ભરીશ ડગ
બાયલો ગણીને ગામનુ લોક, ઉકળી ને કાઢે સે કેવો બળાપો

હિમ્મતના સે બહુ હુશીયાર, ઠામ માંજવા ટાણે વ્હાલ કરે
ઘેલો બની કરુ સઘળા ઘરકામ, આમ જ આવ્યો મને બુઢાપો

October 7 / 2011  /   at 9:26pm
..........................
દશેરામા પટેલો કેમ પાછળ રહે..હે
દેખાવે ટાવડુ એવુ પટેલનુ ઘોડુ
કહે છે હુ દશેરે પેલા નંબરે ધોડુ

હોય ભલે બાપુ પાહે પાણીયાળી
એની પેલા પુગુ અને ખાંભી ખોડુ

ગઢવી ભલે ને રાખે રૂડી રોજડી
ધોડવામા એના માથે ઠીકરુ ફોડુ

આંખ્યના પલકારે ઓઝલ થાઉ
વાયરા ના વેગે લય મારો જોડુ

આવ્યા દશેરા વિજય ને વાવટે
ગોંદરે મલક ટોળે વળ્યુ હચોડુ

પટેલ પલાણ્યા ફંદફેલ ઘોડીએ
જેમ વળગે શ્વાન ને પુંઠ ગીંગોડુ

હાકલ થાતા તોખારો તાબડ્યા
ચડ્યુ ઝોલબગાહે પટેલનુ ભોડુ

હલે જાજુ પણ હાલે નય ડગલુ
પાદરે પુગતા ભાંગી પડ્યુ બોડુ

ફેસબુક્ને સૌ સમરાંગણ સમજો
ઉર્મિ જોડકા છે અશ્વ અને ઘોડુ

"હિમ્મત"જોડકા પાદરે ન પુગે
આંબાનો રહ શુ જાણે ખીલખોડુ

October 3 / 2011  /   at 7:58pm
...................
હિમ્મત નામે શુરવીર એવો,સ્વભાવે સે બોવ વાયડો
બાયડી પાહે બકરુ બનતો , ગામમા ફરે ભડ ભાયડો

ઘર તો જાણે શસ્ત્ર નુ થાણુ , પાર વગર ના હથીયાર
ખરિદ્યા કેડ્યે વાપરેલા નથી, એમ જ પડ્યા સે બેકાર

બંધુકમા ભમરીએ ભોણ કર્યુ , બરછી સાવ કાટી ગઈ
ઢાલનુ ફક્ત બોરીયુ જ લટકે ,જેની કોચલી ફાટી ગઈ

ભાલા ઉપર મધપુડો જામ્યો , અપાર માખી બણબણે
પોલા માણહની બોખી વાતુ , ડાહલિયા કાને ગણગણે

તલવારની તો મુંઠ જ વધી , જામી ગ્યુ ખાંડુ મ્યાનમા
ભુક્કા કાઢવાના બણગા ફુંકે,જેમ મુષક અમલી તાનમા

ફેસબુક અટલે ગામનો ચોરો , લાઈક કોમેન્ટ ના કસુંબા
વડલા ખસેડવાની વાતુ કરે , હિમ્મત ભાદરવાના ભીંડા

September 27 / 2011 /  at 1:13pm
..............
રિસામણે બેઠેલ બાયડીને વિનવતો ધણી...
હે મારી વાલી. મીઠી મતવાલી
,
તારા વિણ મારુ જીવતર  ખાલી

કાન તરસે  વેણ હાંભળવા તારા
મા વિના મને કનડે સોકરા તારા

તેલ ના ડાઘમા દેખાય મુખડુ તારુ
ઠામણા ઉટકુ પછી ઝાડુ પોતા મારુ

હરેરી જાવ  જોઈ લુગડાનો ઢગલો,
બ્રશ ઢહડતા ફાટી ગ્યો નવો ડગલો

ખુણે ખુણામા જામી પડ્યા સે ઝાળા,
રહોડામાય ચકલાએ કર્યા સે માળા

પલંગ હેઠયે ખહલેલ કુતરુ વિહાણુ,
કઠણાય ધણી ની જેનુ બૈરુ રિહાણુ

પડોશી ની ફાટ્ય બોવ વધી ગય સે
કામવાળી હમણા બોવ પેધી ગય સે

ડખાળીયા ધણીની આંખ હવે ઉઘડી,
જામેલ જુવાની જે બૈરી વિના બગડી

હિમ્મત ની ઓળખ બાયડી થી થાય,
વાલી તારા વિના મારા દિ ક્યમ જાય ...

September 3  /  2011  at 12:06pm
--------------------
શ્રાવણ બેસે અટલે શુ શુ થાય.....
શ્રાવણ બેઠો આજથી શિવલિંગ કોથળા માથી કાઢ્ય એલા
ગોપીસંદનનો ગાંગડો પેટીમા સંઘરેલો એનેય કાડ્ય એલા

બિલ્લીનુ ઝાડ ફળીયામા વાવેલુ શ્રાવણમા પાન ચડાવવા
કાંટા ભલે વાગે શિવ ના નામથી થોડાક પાપ તોડ્ય એલા

ભક્તિ સમરા કાઢશે ઘરે ઘરે,ભોળાને ચડશે દુધનો આફરો
શિવલિંગને વામીટ ના થાય એટલે પંચામ્રુત ચોડ્ય એલા

ભોળો કાઈ રોકડુ નહી આપે,કોઈ ને આપતા ક્યા જોયા છે
તારા ઢોંગ જોઈ ગામ લોકો દાનપેટી ભરશે કરાફાડ એલા

અગિયાર મહિના બેસી રહે હિમ્મત એક માસ મા કમાવુ
પ્રુથ્વી જો ૩૦ ગણી ફરે તો કાઈ રોજ પગાર ન મળે એલા.

July 31  /  2011      at 11:18am
--------------
રથયાત્રા ની રેલી
* ભગવાન કેવા ઘેલા બની  રથયાત્રામા પધાર્યા,
* આખો દિ અમદાવાદ રખડી સાંજે છેક પરવાર્યા,

* સિંહાસને બેસવાવાળા આજ જોગિંગ પર હાલ્યા
* રુક્ષમણિ પણ થાક્યા એવા,સોજા પગપર ફાલ્યા,

* અઠવાડીયુ તો સેવા હાલી,દાસદાસીની થઈ બેહાલી,
* થાક ન થાય સગા પ્રભુના,પરિશ્રમીની વાત નીરાલી,

* એકાદશીએ બગાસુ ખાઈને થયા છે શયનલીન,
* આઠ મહિનાનો ઉજાગરો,ને ચતુર્માસ નિંદ્રાધીન,

* વરૂણદેવના વહાલ થયા,વરસ્યા સાંબેલાધાર,
* પગ મુકવાની જગ્યા નહી, જામ્યો ગારો અપાર,

* દેવઉઠીએ દેવતા જાગ્યા,લગ્નઘેલા પરણવા ભાગ્યા,
* પંચામ્રુતના જળપાન લીધા કંસાર કેરા ભોગ માગ્યા,

* આખુ ચોમાસુ ઉંઘ ખેચી છે,ચરણ તમ કોમળ ફુલ,
* સ્લીપ પિરિયડ ચેન્જ કરો તો દેખાડુ વરણની ભુલ,

* સુતો નાથ તો પ્રજા સુતી,જાગ્રુત દેવની રૈયત સુખી,
* ભારતદેશ ની કરૂણા ગણો, ભ્રષ્ટાચારની જામી ગુત્થી,

* અણ્ણાને કોઈ એ બતાવો કે,આ ઉંઘમા રસ રાફ્ડે જાય છે,
* બારસે જગન્નનાથને જગાડો,પછી ભ્રષ્ટાચાર ફફડે જાય છે,

Saturday, July 2, 2011 at 4:49pm