હે પ્રભુ! માનવતા પર એક ઉપકાર કરજે
કરવી હોય તો જીવતે જીવ દરકાર કરજે
મરણ પછી નથી કશા કામ ના એ અંતિમ
ખુટે જીવવા માટેના એ પુરા સંસ્કાર કરજે
9 / feb / 2012
--------------------------------------------------
દર્શન એમના ઉજળા છે,ને કામ કરે છે કાળા
સૌ ને લુટે સેવા ના નામે ધોળા ઝભ્ભા વાળા
ચુંટણી ટાણે મતદાર પાસે, જાતા પગે પાળા
કર જોડી ને મત માંગતા,કપટી કાગડા કાળા
વાયદા-વચનો ચોપડે છે કોણી એ ગોળવાળા
રાંક પ્રજા લુંટાતી જેની આંખે અજ્ઞાન બેતાળા
ગજવુ ભરવા ગ્રાંટ માથી કરે ગરબડ ગોટાળા
તપાસપંચ તાબે કરી એને ટાંગે તોતિંગ તાળા
હારી ને હાથ ઉપાડે છે હરવિંદર ’હિમ્મત’વાળા
નકટા ને નાલાયક, નેતાઓ નવી દિલ્હી વાળા
6 / feb / 2012
---------------------------------------------------------------------
વિવાહ ની વેળા ની શુ વાત હોય,અવસર ઉજવવાની જુદી ભાત હોય
મહોલ્લામા હરખની હેલી હોય,રંગીન રોશનીમા ઝગમગતી ડેલી હોય
સગાસ્નેહી પધારવાની પ્રતિક્ષા હોય,ભુલો ખમી લેવાની તિતિક્ષા હોય
પ્રસંગનો પુજન જાપથી પ્રારંભ હોય,ત્રણ દા’ડાનો ભવ્ય સમારંભ હોય
શ્લોક ને ગીતથી ગગન ગાજતા હોય,ચોઘડીયા ચોક મા વાગતા હોય
મે’માનો તો જાણે દરિયાના મોજા હોય,સાથે પહેરામણી ના બોજા હોય
દાળ ને અત્તરનો મીક્ષ પમરાટ હોય,ઘર ધણી ને ઠાઠ નો ગભરાટ હોય
માંડવે થતી મામેરાની વિધી હોય,પાછલા દ્વારની સહાયભેટ સીધી હોય
ફુલેકે ફટાકડા ની ધાણી હોય,પ્યાસીઓ એ પીયાલીની મોજ માણી હોય
પાટે ઉઠાવવામા પૈસા ની ઝડી હોય, અંઘોળ પીઠી ચોળવાની ઘડી હોય
જુગારીને લાલચભર્યા લોચન હોય,પટ પાથરીને પત્તાનુ વિમોચન હોય
પરોઢે પ્રભાતિયા રૂડા રેલાતા હોય,મગળ ઘડીના શુભ મંત્રો ફેલાતા હોય
સજીધજીને સહુ નમણા દેખાતા હોય, મોભો પાડવા કપડા હરખાતા હોય
લગ્નમા મોજની જબરી લુંટ હોય,આજ લાઈન મારવાની સહુને છુટ હોય
ભપકો પાડવાનો જાણે વળગાડ હોય,જમણવારે પણ જબરો બગાડ હોય
ઢોલી ની ચાનકે વરઘોડો વહેતો હોય,પૈસા ઉડાડવામા માભો રહેતો હોય
હસ્તધુનનથી જાનનુ સ્વાગત હોય, ડફોળ વેવાઈ જાણે કે તથાગત હોય
ગોરઅદાને દક્ષિણાનો લોભ હોય,પણ વેવાઈ પાસે માંગવાનો ક્ષોભ હોય
લગ્નવિધીના ફેરા ચાર હોય,ને પરિણય વિરમતા જાનૈયા માત્ર બાર હોય
વે’વારનો છેડો જાણે જમણવાર હોય,પત્યુ એટલે ગામ ભણી પોબાર હોય
છતા લગ્નસરાનો એક ઉન્માદ હોય,જ્યા થાક એ હરખ નો પ્રતિસાદ હોય
આ ટાણે વેવાઈનુ ધગતુ ડીલ હોય,પાકિટમા પૈસા થોડા જાજા બીલ હોય
સહુમા ખર્ચ કરવા ની’ હિમ્મત ’હોય,પ્રતિષ્ઠા રાખવા ચુકવેલ કિમ્મત હોય
4 / feb /2012
-------------------------------------------------------------------------------------------
મા-બાપ રોજ ઠેસ ખાય છે ઉંબરે
દિકરા પુજવા જાય દેવ ને ડુંગરે
નથી ખપનુ કથા પારાયણ શ્રવણ
એ થોડુ નાસમજણનુ પાપ સંઘરે
માથુ ચડે તેને સમજે છે વળગણ
ને શ્રીફળ વધેરે હનુમાનને ગોંદરે
જાણે ન કશુ જુથબળ ને નિષ્ઠા મા
આ રામસેતુ ને કેમ બાંધ્યો વાંદરે
જાત્રા કરીને બાંધ્યુ પુણ્યનુ પોટકુ
હરખ મા ભુલી આવ્યો એને પાદરે
હિમ્મત કેવા એ ધનદાન આપે છે
પછી તક્તી ના અનાવરણ આદરે
25 / jan /2012
--------------------------------------
જનમારે ઘણાય અનુભવો થયા સે,હોય મુલ્ય એવા યથાર્થ કામ ક્યા સે,
થયા સે ઘણા પ્રખ્યાત ને કુખ્યાત,ઘટના ને પુંછડે ચોટેલા નામ થયા સે,
મોચીવાડમા મોચી ઘાંચીનીય વાડ,તો તો અંબાણી બંધુ સે ચોરવાડના
સમજનો સંદર્ભ બાંધો મુલ્યાંકને,તો કોડી જેટલા કરોડ ના દામ થયા સે,
નૈતિકતાઓ જે નિશાળે શીખેલી,એને અમલમા મુકનારા ભઈ અમે કોણ
ઉજવણી ને નામે રાત રઝળતા,મદ ને મદ્ય કાય ચિક્કાર જામ થયા સે,
શાલિનતા કેવી પરણી સે મજબુરીને,એક બાબતે એનીય કરમ કઠણાઈ
કંડકટરની બૈરીને રોજ નુ થ્યુ,એ ન કહે તમાર ભાય બહારગામ ગયા સે,
ફેસબુક સે આધુનિક ગામનો ચોરો,જામ્યા સે એમા ગામગોષ્ઠીને ગપાટા
થાય તેવા તો ઘણાય પડ્યા સે,એવા કામ કરવાની માનવહામ ક્યા સે,
’ હિમ્મત’ ગોતે સે બહાર જવાનુ બારણુ,ફેસબુકમા ઘુસતા ઘુસી ગયો સે
જે માટીને જડ્યુ એ બંદો છુટ્યો,એને તો થયેલ જીવતરમા રામ દયા સે,
1 / jan / 2012
--------------------------------
સુર રેલાવવા મધુર વાંસળીના,વાંસડાને વિંધાવુ પડે છે,
મંદિરે ઉતારવા પાપ માણસના,ખાંસડાને ઘસાવુ પડે છે,
કંસારાના પેટ નો ખાડો પુરવા,હથોડા ને હાથ જે ઢીબાતો
નમણી નાર ના ધાન જો ભરવા,ત્રાસડાને ટીપાવુ પડે છે,
જાત ઉજળીને કુમળુ છે કદ,પણ મુલ એનુ ત્યારે તોલાય
કિસાનના કપાસની કિમત કાજે,ગાંસડાને બંધાવુ પડે છે,
હરિયાળા પાકના રક્ષણ ખાતર,રાત દિ ઉભો ખેત વચાળે
ચાડીયાના અડગ મનોબળ માટે,માંચડાને બંધાવુ પડે છે,
ફેસબુકે મળતા લાઈક કોમેન્ટ,બસ ’મિરા’તારી દેન ગણજે
તારા સ્નેહ પ્રેમે તરબોળ ’હિમ્મત’દાસડાને ભીંજાવુ પડે છે
28 / dec / 2011
-------------------------------------------------------
ધર્મ નિતીના વાડાઓ અપાર, ન્યા એકતાના ઝંડા વાળા શુ કરે
પંથ પ્રમાણે વિચાર ને વર્તન, માનવ સેવાના દાનફાળા શુ કરે
માહ્યલા જેના ખોખલા ને કપટી એના કરેલ તિલક માળા શુ કરે
શોખ દિવાન લુચ્ચો લુંટે સમૃદ્ધી, પ્રમાણિકના પગી-પાળા શુ કરે
શહેર આખા સળગે ઇર્ષ્યાની દાઝે, ન્યા આગ બંબા વાળા શુ કરે
પ્રતિષ્ઠાની પળોજણે પીસાતા,મરતબો રાખવા મુખ કાળા શુ કરે
આવક ને મોંઘવારીના ત્રાજવે, તોળાતા મધ્ય વર્ગ વાળા શુ કરે
ભ્રષ્ટી-દવ લાગ્યો ભારત વનમા, સજ્જન પંખી ના માળા શુ કરે
મોરલ ઓબ્લિગેશન બની કોન્ટ્રક્ટેડ ફેસબુકે ’હિમ્મત’વાળા શુ કરે
બાયડીને ગણે સે બારમો ચંદ્રમા,ડામ દે પખાલીને ! સાળા શુ કરે
15 / 12 / 2011 / 1: 00 pm
......................
થોડાક દિ મા આવે સે વરહ, બે હજાર ને બાર
દિવસો આમ જ વહી જાતા, ક્યા લાગે સે વાર
કાલે જ ઉગ્યુ હતુ પુર્વ મા, વર્ષ જુનુ અગિયાર
જુઓને આથમવા કેવો. સુરજેય પશ્વિમે તૈયાર
ક્યાક માતમ ક્યાક ખુશી,ડુસકાતી હસતી યાર
ગુંચ ઉકેલવા જીવતરની, જીંદગાની હોશીયાર
યુદ્ધો ગયા ત્સુનામીઓ આવી,પ્રકૃતિ નો સંહાર
લડતા કદી નવ થાકે એ, માનવજાત ઉપહાર
યાદ કરજો એ સંકલ્પો,જે લીધેલા છેલ્લી વાર
જમા ઉધારના હિસાબમા ભુલ નવ હો લગાર
’હિમ્મત’કરીને હસાવજો,જ્યા દુખ સે પારાવાર
ફેસબુક છોડી કામે ચડજો, ઉગ્યો નવો સોમવાર
14 / 12 / 2011 / 7 : 08 pm
...........
આજ ટોળે વળી સે સાહેલડી,
પુછે ઉમર તારી જોને બેનડી
તુ તો સોળે છલકાતી જુવાનડી
તારા રૂપે ભીંજાય સે આભલડી
તુ તો ચાલે જે મારગે મોહકડી
નદી વે’તી ઝાંઝરની નાનકડી
તારે પોલકે ન માય’રે કાયલડી
છતી કરે સે તારી એ જોબનડી
તારી વાટ મા વેરાતી વસંતડી
તારી ઇર્ષ્યા એ ખરે પાનખરડી
બોલ તારા કે ટહુકે રે કોયલડી
મોર નાચ્યા સે તારા ઓ ઢેલડી
તુ તો લીલી નાઘેરની કુંજલડી
જાણે ઝબકી સોરઠની મેઘલડી
.
November 27 / 2011 / at 2:55pm
..............................
લગ્નનો માહો્લ જામ્યો સે ગજબનો,
રિવાજે’ય સુધર્યો ફેશનમા અજબનો,
બેન્ડવાજા ઢોલ એક્સપાયર થયા સે,
ટેમ્પામા ખડકેલ ડીજે આવી ગયા સે,
પેરણ-ચોરણીની જગા સુટ લઈ ગ્યુ,
ખાસડાને બદલે કુમળુ બુટ થઈ ગ્યુ,
ઘોડા પાવર બની એન્જીનમા સમાયા,
તેથી જ ભાડે મોટરુવાળા ખુબ કમાયા,
લાજ-મલાજા તો સુપમા પીવાઈ ગ્યા,
રિસેપ્સનમા લગન ગીત વિખાઈ ગ્યા,
વરકન્યા અટલે બ્યુટી પાર્લરનુ બીલ,
રકમ હાંભળતા જ ઘગે વેવાઈનુ ડીલ,
શણગારેલ કાર માથી લાડી ઊતરેલ,
જાણે સુકાયેલ પીપળે સાડી વીંટળેલ,
વરરાજો કાળુ આજે કેવો ઝગમગે સે,
વેવાણની આંખ્યુ હરખમા તગતગે સે,
લાડવા ને મોહનથાળ બન્યા ભુતકાળ,
પડ્યા પંજાબીને ચાઈનીઝ ના દુષ્કાળ,
સુખી દાંપત્યની દુવા મા ૫૦૦ની નોટ,
જેટલી લાઈન નાની એટલી વધુ ખોટ,
"હિમ્મત"રાખી ને સહુ કંકોતરી ખોલજો,
સુધર્યો લગ્નરિવાજ એમ માની મોલજો,
November 22 / 2011 / at 7:44pm
..........................
કેમ સમજાતુ નથી મને કે,મલકમા આવુ શુ લેવા ને થાય સે,
સચ્ચાઈ રહે બાર ગાઊ છેટી, ખોટુ વ્યવહારમા ખપી જાય સે,
કુટુંબ કબીલા લઈને જે બેઠા, નીત નવા ઢોંગ કરતા ફરે સે
દુખતી રગ દબાવો જરાક તો, દુશ્મન તમારા બની જાય સે,
આખુ વરહ ગદ્ધામજુરી કરે,પસે દિવાળીએ વાપરે સે બેફામ
બેંગકોકની ઇ કઈ માતાજી,જેની જાત્રા એ રહુડીયા જાય સે,
દિકરો બુક લેવા પૈસા માગે, તો કહે "ઝાડ પર નથી ઉગતા"
ને ગલ્લેથી પાનબીડી મંગાવવા,પૈસા ક્યાથી આવી જાય સે,
હરિદ્વાર થી લાવેલુ ગંગાજળ,છાંટે સે ઘર મા શુદ્ધીકરણ માટે
એ જ ભગતને દિવ દમણમા,દારૂનો નશો કેમ ચડી જાય સે,
ડાયરા ભજન સંતવાણીમા, હરખપદુડો થઈને રૂપિયા ઉડાડે
પસે મિટરના નાણા ગોતતા, કુતરા આબરૂને ચાટી જાય સે,
એલા"હિમ્મત"તુ તારુ કર, તારેય લાળા લફરાના પાર નથી
કો’કને લેખીત શીખ દેવામા,તારા જેવા ફેસબુકે જડી જાય સે,
November 14 / 2011 at 4:41pm
..................
સદવિચારો સદા ક્વોટ બની જાય સે
જુઠાણા તો જલ ભંભોટ બની જાય સે,
અવળા વિચારો નો કોટ ચડી જાય સે
તયે મગજમા પણ ખોટ બની જાય સે,
શરિર સાંચવવા માટે પહેરાતુ કપડુ
પુનમ ન પહેરે તો હોટ બની જાય સે,
ઉત્તમ કવોલીટીની હિરોઈનુ ડાયરેક્ટ
અમેરિકન એકસપોર્ટ બની જાય સે,
બાયડીના ઘાઘરાનો જંપલ હટાવતા
ઘરવાળા માટેની લંગોટ બની જાય સે,
અર્થશાસ્ત્રી થવાથી કાઈ જ નથી વળતુ
નારી પાહે વડો કેવો ભોટ બની જાય સે,
’ઇન્ગલીશ’ મા બજાર મા ફરતુ બકરુ
બુક મા અચાનક ગોટ બની જાય સે,
એલા ’ હિમ્મત’ હવે તુ ગવઢો થ્યો સો
આવા વિચારે ભેજુ લોટ બની જાય સે,
September 23 / 2011 / at 7:34pm.
.......................
દરજી મુને પોલકુ નવુ પેરાવ્ય,મારો વાલીડો મેળે આવે સે
એમા રણકતી ઘુઘરી લટકાવ્ય,મારો ગોલીડો મેળે આવે સે
કહને હિરની દોરીયુથી ગુંથાવ્ય,મારો કાલીડો મેળે આવે સે
એક ઘાઘરા નવાનુ માપ લાવ્ય,મારો મુલીડો મેળે આવે સે
એને ઝગમગતો જંપલ જડાવ્ય,મારો જોલીડો મેળે આવે સે
ઘમ્મર ઘેરમા તુ કેરીયુ દોરાવ્ય,મારો દેલીડો મેળે આવે સે
એક હાડલો’ય હારો કપાવરાવ્ય,મારો હાલીડો મેળે આવે સે
એમા ફુલ ફુમકા ફરતા ફોરાવ્ય,મારો ફુલીડો મેળે આવે સે
હાડલામા સોનેરી ભાત્ય કરાવ્ય,મારો ઘેલીડો મેળે આવે સે
· August 10 / 2O11 at 7:40pm ·
--------------
કાલે એ બગીચામા મળ્યાને મળી અમારી આંખડી
મંદિર પર મળવાનુ કહીને બાંધી અમ હાથે રાખડી
August 6 / 2011 at 11:46am ·
--------------------
બાળ નાનુ વ્રુદ્ધ આંગળી પકડી, ડગમગ ચાલવા શીખતુ’તુ,
ઝરણુ હાલતુ પરવતને સહારે, થાવા સરિતા ખળખળતુ’તુ,
નમણી વેલને આભ આંબવુ,એ અભરખા થડને કે’તી હશે,
ઉપકારી તરૂવર થોડુ ઝુંકીને, આગોશમા વેલને વિંટતુ’તુ,
બાષ્પ બિંદુ ધરા આલિંગવા,વાયુ સવાર થઈ ઉચે ઊડતુ
ઘનમાળ ઘનઘોર જળુંબતુ, મેઘમંડળ બનીને વરસતુ’તુ,
પાનખર કુંપળો કાલીઘેલી,ચડતી આખડતી વ્રુક્ષ બાજતી
મંદ મંદ સ્મીત ફરકાવતુ,વસંતના ફુલ બનીને ખીલતુ’તુ,
July 16 / 2011 at 7:19pm
-------------
એનાથી ઉભા થાંભલા પર ચડાયુ,ને આખા શહેરમા રોશની થઈ ગઈ,
એક સસલી શી નાર પ્રેમમા પડીને, વાયરમેન ખરગોશની થઈ ગઈ,
July 12 / 2011 at 11:28am
-----------
વાસેલા દ્વાર ઉઘાડીને જુઓ
નેજવુ નેણે લગાડીને જુઓ,
આંગણે ઉભા અતિથી એને
જુની યાદો જગાડીને જુઓ,
વિરહ જુરાયો બેય બાજુથી
ઉઠતા ડુમા સંતાડીને જુઓ,
અપાર વ્યથાની આંધી વચ્ચે
આશનુ કિરણ ઉગાડીને જુઓ,
’હિમ્મત’ કરીને બે ડગ ભરો
હૈયા થી હૈયુ લગાડીને જુઓ,
July 7 / 2011 at 12:28pm
-----------
કિનારાની સુકી રેતી ને પણ ખોટ હોય છે,
પ્રેમને દરિયે પણ ભરતી ને ઓટ હોય છે,
દિવાલો જ રક્ષણ નથી કરતી આ શહેરનુ
પગીની ચપળ નજરોના પણ કોટ હોય છે,
આંસુના ખાબોચીયા છલકતા આંખ બની
જ્યારે લાગતી અંદરથી કોઈ ચોટ હોય છે
લોભી માનવી બિમાર પડતો નથી કદી
એને ઇલાજથી જતા પૈસાનો તોટ હોય છે
’ હિમ્મત ’ના હલેસે ઉર્મિસાગરો ખેડી શકો
બસ એમા ઇરાદાની મજબુત બોટ હોય છે
----------------
જુવાનને મુંછ નો દોરો ફુટતા
કૈક સપના સેજ પર ઢોળાયા..!
ફાલ્યા ફાગણ કોરા અંગે ને
સૌંદર્ય ની રજ પર રોળાયા..!
July 3 / 2011 at 7:10pm
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો