મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2012

હળવે હાથે વ્યંગ



કાર નુ " બાયડી " નામ નુ મોડેલ

ફોર્ડ કંપની... આજ ની તારીખે ૧૯૦૩ મા જન્મેલી..
૫ અબજ ૫૩ કરોડ જેટલા વાહનો બનાવી ચુકી છે...અને અપાર મોડેલો લોંચ કર્યા છે..આ તો થઈ એક જ કંપની ની વાત..
આવી તો સેંકડો કંપનીઓ અસ્તિત્વમા આવી અને અપાર મોડેલો અલગ અલગ નામથી લોંચ થયા

એ જોતા તો ઓક્સ્ફર્ડ ડીક્શનરી મા ફક્ત ૭૫ હજારેક શબ્દો છે..
ભવિષ્યમા મોડેલોના નામની જબરી અછત સર્જાશે..એવુ અમારુ અનુમાન છે....
.
જો મોટર કંપનીવાળા કાર નુ મોડેલ "બાયડી " નામ થી લોંચ કરે તો ...?તો શુ શુ વાર્તાલાપો થાય...? કેવા કેવા ન્યુઝ છપાય અથવા બોલાય...?
.

- પેટ્રોલ નો ભાવવધારો..રોડ પર વધતી બાયડીઓની સંખ્યા ને કારણે

- જાહેર સભામા હવેથી મોદી ..કોપ્ટરને બદલે બાયડીનો ઉપયોગ કરશે

- આજે ધુમ્મસ ના લીધે હાઈવે પર ટ્રક ની નીચે બે બાયડી ઘુસી ગઈ

- ચોમાસામા હુ બાયડીને બહાર કાઢતો જ નથી... બગડી જાય

- બાયડી બરાબર એવરેજ નથી આપતી....ગેસ કીટ બેહાડવા નુ વિચારુ સુ

- રોંગસાઈડ મા બાયડી હંકારવી દંડ ને પાત્ર છે

- સસરા એ મેરેજ ગીફ્ટ મા આલિશાન બાયડી આપી

- પાર્કિંગ એરિયામા રંગરેલિયા મનાવતા બે યુગલો બાયડી સાથે ગીરફ્તાર

- ડોકટરની સલાહ : વધુ પડતા વરસાદ કે ઠંડી થી બચવા બાયડી ને ન છોડવી

- નેતાજી ની બાયડી પર લોકોના ટોળા એ પત્થરમારો કર્યો

- અમારા ભુલાકાકા બોવ સેવાભાવી..સોસાયટી મા મુશ્કેલીના સમયે પોતાની બાયડી આપી દે

- ઓટોમોબાઈલ ડિપાર્ટ્મેન્ટે બાયડીમા ચાઈલ્ડલોક સિસ્ટમ ફરજીયાત બનાવ્યો

- બાયડીના ધ્વનિ પ્રદુષણ સામે સુરતમા જબરદસ્ત અભિયાન
.
.
{ નારીશક્તિ વિવેક રાખે...આ વ્યંગ છે }


16 / june / 2012.....

.................................
ખુરશી....

રાજા ભોજ જ્યારે જ્યારે વીર વિક્રમના સિંહાસન પર બેસવા જતાં ત્યારે એક પૂતળી એને રોકતી અને ભોજને વિક્રમની એક એડવેન્ચર સ્ટોરી સંભળાવતી. પૂતળી ભલે વિક્રમને પરાક્રમી કહેતી પણ એ બધો સિંહાસનનો પ્રતાપ હતો! ખેર, સિંહાસનો તો રાજાઓ સાથે જતાં રહ્યા પણ એ ચાર પાયાવાળી માયા મુકતા ગયા જે આજે ખુરશી તરીકે ઓળખાય છે,
લાકડાના માત્ર ચાર પાયા ધરાવતા આકારમાં ગજબની વિશીષ્ટતા છે! ખુરશી પર બિરાજનાર ને આરામ, માન..., અધિકારને કિર્તી અપાર મળે છે. અને તેથી જ ખુરશી પ્રાપ્ત કરવા માટે માનવજાત ચરમસીમાએ જતી રહે છે. શરીર વૃદ્ધ થાય, વાળ ધોળા થઈ જાય, દાંત પડી જાય, બબ્બે ત્રણ ત્રણ બાયપાસ સર્જરીઓ કરાવી હોય અને પગ પર ઉભા પણ ન રહી શકતું હોય તો પણ માણસ ખુરશીનો મોહ છોડી શકતો નથી, પછી એ ખુરશી સત્તાની હોય કે પછી વ્યાસ પીઠની!
પુરુષ પ્રધાન જગતમા રૂપાળી સ્ત્રી પછી બીજા નંબરે આકર્ષણ નુ સ્થાન ધરાવતી ચીજ ખુરશી છે. નેતાઓને એ અતિ પ્રિય છે અને એટલે તો નેતાઓ ને પાંચ વર્ષ પછી પોતાના પ્રિય પાત્રને છુટાછેડા આપીને બીજાને ભોગવવા દેવામા તાણ પડે છે!

ખુરશી અથવા સ્ત્રી પામ્યા કેડે પામનારમા ધરમુળ પરિવર્તનો આવતા આ જગતે જોયા છે. ખુરશી પુરૂષને સત્તા અને યશ આપીને ટોચ પર બેસાડે છે, જ્યારે સ્ત્રી એને પામનારને નિયંત્રણમાં લઇને ચોકડીમાં વાસણ માંજવા પણ બેસાડી શકે છે! આમ નારીઓમાં ખુરશીને પામવા કરતા "ખુરશીધારક"ને વશ કરીને સત્તા ભોગવવાનો ગુણ કાબિલે દાદ હોય છે. લગ્ન વેળા ઘોડે ચડીને આવેલ વરને ખુરશીમા બેસાડવામા આવે છે, જ્યારે લગ્ન પછી પત્ની ધારેતો પતિને ગધેડે બેસાડી શકે છે!
પહેલાના વખતમા લગ્નની સુહાગરાતે ઘુંઘટ અનાવરણ બાદ ખબર પડતી કે પોતાની હસ્ત-રેખામાં ચંદ્રમુખી લખેલ છે કે પછી કાળમુખી! એવુ જ અત્યારે રાજકારણનુ છે. અનેક કાળા-ધોળા કરીને લોકસભામાં ચૂંટાયા પછી ટેકો લેનારની ગરજ પરથી નક્કી થાય છે કે મીનીસ્ટરનું સિંહાસન બેસવા માટે મળે છે કે પછી એસ.ટી બસ સ્ટેન્ડના બાકડા જેવી સાંસદની ખુરશી! ચુંટાવામા એક વિરોધાભાસ છે. જેટલી વધુ આવડત, એટલુ ખુરશીનુ સ્વરૂપ વધુ આકર્ષક. છેલ્લા બે ચાર વર્ષો ના રાજકિય સંકેતો જોતા ખ્યાલ આવે છે કે કુંવારા રહેવાથી સત્તા ધરાવતી ખુરશીઓ સહેલાઈથી હાંસલ કરી શકાય છે. શક્ય છે કે રાહુલ ગાંધી કુંવારો રહેશે તો વડાપ્રધાન જરૂર બનશે!

મનુષ્યનો ખુરશીપ્રેમ તેની રહેણીકરણીમા સાવ સામાન્ય થઈ ગયો છે. જેમ કે આરામ, ભોજન, વાંચવુ, લખવુ, પેટમા પધરાવેલ અન્ન વિસર્જીત કરવુ વગેરે બાબતોમા ખુરશીનો બખુબી ઉપયોગ થતો હોય છે! ખુરશીનો સાદો પ્રભાવ જોઈએ તો ચિક્કાર ગીર્દીવાળી બસોમા, ખુરશી {શીટ} પર બેઠેલા અને ઉભા રહેલા પેસેન્જરોના ચહેરા પરના ભાવ જોઈને, ખુરશી પ્રાપ્તીનો કેફ કેવો હોય એનો સામાન્ય ક્યાસ કાઢી શકાય છે!
જસદણના હરસુર ગઢવીએ કહેલી વાત:સુકાયેલા ઝાડના ઠૂઠા પર કાગડા અને ગીધ બેસીને શિકાર પર નજર રાખતા. એક મિસ્ત્રી એ એ ઠુઠાના પાટિયા વહેરીને એમાથી ખુરશીઓ બનાવી, જે અટાણે
સંસદમા ગોઠવવામા આવી છે અને એની પર બેસીને ખાદીના સફેદ કપડાવાળા કાગડાઓ અને ગીધડાઓ પ્રજાના પૈસા મારી ખાય છે!

અમુક ખુરશીઓ વિશીષ્ટ પ્રકારના ગુણધર્મો ધરાવતી હોય છે, જેમ કે દરજીકામની ખુરશી પર આરૂઢ જનને ડાયેટીંગ નથી કરવુ પડતુ! તો કંદોઈની ખુરશી પર બેસનાર તો જાણે અંધેરીનગરીની શૂળીનો માલ! હજામની ખુરશી પર બેઠા બાદ માણસ આપમેળે પરાધીન થઈ જાય! જ્યારે પોલીસમથકની ખુરશી સહુથી વધુ માલ-મલિદાવાળી હોઈ બદનામ બની છે!
વહિવટદાર કે પ્રમુખની ખુરશી પર કરોળીયાના ઝાળા બાજેલા હોય છે! સંસદભવનની ખુરશી પર તો ઘેન ની ટીકડી પણ લેવી નથી પડતી! બીડીના બંધાણીની ખુરશીને "શીતળા" નીકળ્યા હોય એમ ડાઘ/ ચાઠા હોય છે! કામઢો પટાવાળો સાહેબની ગેરહાજરીમા ખુરશી પર બેસવાનો અખતરો કર્યા પછી આળસુ અને જે મળ્યુ તે ખિસ્સામાએવી દાનત વાળો થઈ જાય તો નવાઈ નહિ!

ખુરશીની જેમ ચાર પાયા તો ચારપાઈને પણ હોય છે અને એના પર આરામથી સુઈ પણ શકાય છે, છતાં કોણ જાણે માણસને ખુરશી જ વધુ ગમે છે! અને આપણે ત્યાતો ચાર ખભા ભેગા થવાની ઉંમરે ખુરશીના અભરખા સેવનારા મળી આવે છે!

{સંકલન અને સહાયક : Badhir Amdavadi}

27 jan /2012
--------------------------------------------
છકડો રિક્ષા.. હા ..ભઈલા હા...

છકડો રિક્ષાની કોઈ જીવંત ઓબ્જેક્ટ સાથે સરખામણી કરવામા આવે તો
પશુઓમા ભેંસ જેટલી સેન્સ ધરાવતુ આ એક ત્રિચક્રી વાહન છે.
ભેંસને ટ્રાફિક સેન્સ નથી હોતી,એમ છકડો પણ સેન્સ વગરનુ વાહન છે.
બન્ને ગોવાળ જાતિ પાહે પાધરા ચાલે, ભેંસનુ દુધ અને છકડાની એવરેજ બહુ ગુણકારી,બન્ને નો લગાવ ગામડા પ્રતિ,
ભેંસનુ દુધ અને છકડાની ફેરી... વહેલી સવારમા જ શહેર ભણી દોટ મુકે,
ડ્રાઈવરોના અનુભવ મુજબ ભેંસ... અને છકડો નોખી બાજુ તાણે..ખેહી રાખવા પડે..નકર કોકને પાડે..

" અમારા ભરવાડભાયુ ચાર પગા વેંચી વેંચીને ત્રણ પગા અપનાવવા મંડયા સે..હવે તો ઠાકર કરે ઇ ખરી "
આ શબ્દો સે જસદણના પુના ભગત ભરવાડ ના.. આ વાહન માનવસમાજમા પગપેસારો કેટલી હદે કરી ગયુ સે,એનો ભગતે સાચો ખ્યાલ આપ્યો
અમિતાભ બચ્ચને આ " છકડાશ્વ " ની વિરતાભરી સવારી કરવાની ઇચ્છા દાખવી,ત્યારથી આ છકડાની છાતી ગજગજ ફુલે સે
એક પ્રકારનો રેટ્રો લુક પામી ચુકેલો આ છકડો..આમ તો એની બમણી ભારખેંચ ને લીધે છકડો કેવાયો ..નકર તો પોતે "ત્રગડો "જ સે

ગામડામા નાના પાયે માલની હેરાફેરી માટે એક માત્ર વિકલ્પ રૂપે આ છકડો મળે,
પોતાની " ભારવેંઢારક ક્ષમતા " પ્રતિ, અતિ ઉદાર એવા આ વાહને મનુષ્ય જાતિ પર ખુબ અહેસાન કર્યા સે.
રાત-દિવસ, ટાઢ-તડકો, જોયા વગર..અરે ક્યારેક તો ડીઝલના દુષ્કાળ વખતે કેરોસીન વડે પણ
આ છકડા વાહને પોતાની જવાબદારી સાર-ધાર નીભાવી છે.અને અનંતકાળ લગી નીભાવશે જ.

પોતે એક ભારવાહક હોવા છતા પેસેન્જરવાહક તરીકે સેવા બજાવીને આ છકડો વાહન એના માલિક પ્રતિ સંપુર્ણ વફાદાર છે,એમ કહી શકાય,
ગામડે પાદરે ઉભેલો છકડો..ક્યારેક ક્યારેક તો બે થી અઢી કલાક સુધી,ગ્રામ્ય મુસાફરની પ્રતિક્ષા કરતો ઉભો રહીને
ગ્રામસેવક તરીકે પણ સેવા બજાવતો તમને નજરે ચડશે,
પોતાના માલિકના ચહેરા પર પુરતા માત્રામા ગ્રાહકો મળ્યાનો સંતોષ જોયા પછી જ પોતે પ્રસ્થાન આદરે સે,

કદરૂપ અને નિર્દોષ લાગતા આ વાહનને ઘણા લોકો શકની દ્રષ્ટીએ જુવે છે,
પોતાને " સમથીંગ " સમજનાર વ્યક્તિ જ્યારે છકડામા બેઠો હોય,ત્યારે એમના ચહેરાના ભાવ અતિ ગરિબ બની જાય સે
ઘણા લોકો છકડાને ડોકટરોનો અનઓફીશીયલ માર્કેટીંગ મેનેજર પણ ગણે સે,
જ્યારે ડોકટર જાતિ અતિ સંકટગ્રસત હાલતમા હતી ત્યારે તેઓએ આ વાહનને જન્મ આપ્યો..એવી દંતકથા પ્રચલિત છે,
{કઈ હોસ્પીટલ.. અને કોણ મા બાપ.. જેવા હડકાયા સવાલ ન પુંછવા }
અને બસ સમાજ સેવા કરતા કરતા આ છકડો જે-તે મનુષ્યો અને અન્ય પ્રાણીઓને
હડફેટે લઈને ડોકટરોના દવાખાના હર્યા ભર્યા રાખવા લાગ્યો...

સંસારમા કેટલાય પરિવારોનુ ભરણપોષણનુ મુખ્ય સાધન આ છકડો બની ગયુ સે,
છકડા જાતિ પોતાને પણ વિકાસની રાહમા આગળ વધારવા માંગે સે,
પરંતુ કદરદાનોથી વાંજીયો મલક યોગ્ય સરાહના કરવામા વિફળ ગયેલ છે,
મધ્ય ગુજરાતમા આ છકડાના નામે લોકગીતો પણ ગુંજતા થયા સે
અમિતાભ બચ્ચન અને અમુક વિદેશી સહેલાણીઓ એની વહારે આવ્યા સે..
તો હવે કદાચ આ " ભેંસકુળ "નુ વાહન પોતાને પણ વિકાસના સરખા સહભાગી બનાવવા પ્રયત્ન જરૂર કરશે..

24/ jan /2012
---------------------------
ધૃતરાષ્ટ્ર.....હા...એલા... મહાભારતનો ધૃતરાષ્ટ્ર,
મહાભારતનો બાયડી કહ્યાગરો ધણી..
એક તો અંધ ..અને એમાય હાહરીયુ અકોણુ...અને શકુનિ આણાના ઉઘરાણામા મળ્યો..
પરજા અવેડાના ડટા કાઢે એવી પાકી...અટલે ભલો સુરદાસ બદનામ થય ગ્યો..

પણ ધૃત બાપુ.... અટલે ધૃત બાપુ...
આમ જોઈએ તો દરેક પરણીત બાયડીને ગાંધારીની એક બાબતે ઇર્ષ્યા થાય જ....
કેવો કહ્યાગરો કંથ,કોઈ અન્ય અબળા જોડે લાઈન મારવાની તો વાત એક બાજુ રર્હી.
ગાધારીને કોઈ... સ્ત્રીપાત્રએ ફરિયાદેય નહી કરી હોય..કે તમાર "ઇવડા ઈ"અમને આખ મારે સે...!
અત્યારના સમયમા કોઈ પતિ એમ કહે કે.."અમે બે અમારા બે "ત્યારે એમના પત્નીદેવીને.
પોતાના પતિ મા રહેલ " વિટામીન ધૃત "ની ખામી અવશ્ય દેખાઈ આવે

અત્યારની આધુનિક પત્નીઓ..
પોતાની મહાત્વાકાંક્ષાઓનો વિસ્તાર વધારવામા બીલકુલ નથી ગભરાતી..
પોતાના પતિની દ્રષ્ટી અને સક્ષમતા "ધૃતરાષ્ટ્ર" જેવી..
અને પરજા "દશરથ" જેવી ઇચ્છે છે,
પણ વિધાતા પાહે ક્યા કોઈનુ હાલ્યુ સે...

સચીન તેંડુલકર સો મી સદી ફટકારે એના અભિવાદન ઝીલવા બેટ ઉંચુ કરે સે,
વિચારો... મહાભારતમા એક વહેલી સવારે નવ્વાણુ સુતનંદિની જ્યારે સદી કરવા જઈ રહી હશે
ત્યારે કેવુ રોમાંચિત વાતાવરણ હશે,કેમેરામેન સંજ્યે લાઈવ ન્યુઝ આપવા માટે કેવા કેવા રિહર્સલ કરેલા હશે,
કરૂણતા અહી એ બાબતની છે,કે સદી ગાંધારી ફટકારે અને જશ બધો ધૃતરાષ્ટ્ર લઈ જાય..

મહાભારતના એ સમયકાળમા ગાંધારીને ૧૦૦ પુત્રો અવતર્યા.,કહેવાય છે કે એ સમયમા " સુયાણી "નો દુષ્કાળ પડેલો.
એવી વાતો પણ જાણવા મળેલી કે અફઘાનિસ્તાનથી {ગાંધાર} નર્સો આવેલી..
સુથારની આખી ફોજ ઘોડીયા બનાવવા કામે લાગેલી,બારબળીયા અને કાટલાના આંધણ તો અવિરત ચાલુ રહેતા,
જાણે કુકડાઘર હોય એમ...બાળ રૂદનથી મહેલ ગાજતો રહેતો
ધૃતરાષ્ટ્ર સંતાનોના માથા પર હાથ ફેરવીને ઓળખી જતા કે ક્યો નંબર સે..
મામા શકુનિ જ્યારે બહેનને મળવા જતો ત્યારે " મામા, મામા " ના શત શત સાદથી વાતાવરણ ગુંજી ઊઠતુ,

ધૃતરાષ્ટ્ર એક પછી એક દિકરાઓની સગાઈ કરીને પરણાવતો ગયો,એમ એમ શકુનિ મામો..મામેરુ કરી કરીને બરબાદ થતો ગયો
અને જુગારના રવાડે ચડી ગ્યો,એક તો બહેનને આટલી બધી સુવાવડોનુ દુખ દીધુ અને પોતાને મામેરાના સેંકડો ડામ,અટલે શકુનિએ પ્રતિજ્ઞા લીધી
બનેવીને " ઠનઠન બનાવી " ને જંપીશ...

પોતાની પરજા કોઈ સ્ત્રીના વસ્ત્રહરણ કરતી હોય અને બાપ ત્યા હાજર હોય એવી ઘટનાનો સાક્ષી અટલે..ધૃતરાષ્ટ્ર
લાલુપરસાદ નામના એક વ્યક્તિને આ ધૃતમેનિયા ઉપડેલો..અને કરી લાઈન ચાલુ...એ તો એમના પત્નીએ આંખે પાટા નહોતા બાંધેલા
અટલે અમુક સંખ્યાએ પહેચતા એમનુ ભુત ઉતારી દેવામા આવ્યુ
ભીમને છાંતીસરસો ચાંપવાના કોડ પુરા કરવામા લોઢાના પુતળાના ભુક્કા બોલાવી દેનાર ધૃતરાષ્ટ્રને એક બળીયો આદર્શ પતિ ગણવામા આજની આધુનિક પત્નીઓને એક બાબત ચચરે સે..પરજા મા ભલીવાર નથી રેતી...

18 /jan / 2012
------------------------------------------
પત્નીના ચરણો અને ગરદન વચ્ચે..
ચીનની દિવાલ કરતા પણ મોટી વાડ હોવી જોઈએ..
ન હોય તો પગ દબાવતો પતિ ..સીધુ ગળુ દબાવી જ દે...
December 10  /  2011    at 11:11am
..................

એલા પણ તમને હન્ધાયને કેદુ ના કઈ સયી...કે બોવ ફેસબુક નય હારુ { તારુ કર પેલા }...
લ્યો...હવે આ સોસ્યલ નેટવર્કિંગ બંધ થાવાની તયારીયુ થાવા લાગી....
હાલો હવ હવના ગાળ્યુ અપશબ્દો મારામારી ગપ્પાના પોટકા ઉપાડો તો...
"ઉતર દિશાથી એક રમતો કપિ આયો રે..."
હેય ને પસે..આપડે હન્ધાય ગવઢા થય જાહુ...
અને ગામના ચોરા પાછા આવી ગ્યા હયસે..
પસે ન્યા ફાકાવાળી...
અમારા વખતમા ફેસબુક હતુ....
એસિડ કરતા પણ અમે વધારે હારી રીતે ન્યા ગાંગડા ઓગાળતાતા...
ઇ તો કોઈ ગજબનો જમાનો હતો...
તયે એક પાલ્ટી "કોંગ્રેસ" કરીને હતી..
એમા એક શીખાઊ નેતા... નામે "કપિલબાપુ"...
એને કારણે ઇ ફેસબુકનુ ખેતર હાવ ઉજ્જડ થય ગ્યુ....
December 7  / 2011  /  at 9:48am
......................

ભગવાન શુ મારામા પાણી રૂપે રહેલો હશે.....?
મારી વાતથી બે લોકો ને હસતા જોઊ છુ,તો મારી આંખ્યેથી આહુડા ચાલી નીકળે સે..!
December 4  /  2011  /  at 1:16pm
........................
"તમાર તો ..ભગવાને દિધેલો "...સાત ખોટ્ય નો એક જ દિકરો સે...!
આવુ વાક્ય બોલતા પહેલા...
એમના પડોશી ભગવાનભાઈ તો નથીને...એ જાણી લેવુ ..!
December 1  / 2011  /  at 7:00pm
.................
ફેસબુકીયો કવિ,અને બાપ બન્ને..અનાયાસે જ બને છે...
હા બન્ને મા ભોગવવાનુ એની ઘરવાળીને જ આવે છે...!

November 28 /  2011  /  at 8:12pm
...........................
આને ભારતીય પતિદેવોની કરૂણતા ગણવી કે...
ભારતીય પત્નીઓની "શરમાતી મુર્ખતા " ...?
યુગલ જ્યારે શોપીંગ કરવા જાય...ત્યારે બધી ચીજોની ખરિદી સાથે રહીને કરે..સમજ્યા...
પણ જ્યારે પત્ની દેવી...પોતાના અંડરવેર ખરિદવા જાય...ત્યારે પતિને દુકાનની બહાર ઉભો રાખીને...ખરિદી કરે...
એક્ચ્યુઅલ સાચુ માપ જાણનારો...બહાર બગાહા ખાતો હોય..
.....
{નારીશક્તિ વિવેક રાખે...આ કટાક્ષ છે}
November 10 / 2011  / at 10:35am
..................
પેલાના વખતની કાર જુઓ કે રેલગાડી જુઓ..કે ટ્રકો જુઓ કે હિરોઈનુ...એકદમ ભદ્દા આકારની ....
અટાણની હિરોઈનુ કે મોટરો..કે રેલગાડીઓ એકદમ સ્લીમ સોફ્ટ રૂપકડી...
આને " પરિવર્તન " કેવાય...હમજ્યા..યાર..!
તો હાહરાએ લટાકાવેલુ " બાયડીરૂપી " ગાજર આજ ઘીહોડા ના ડીટીયા જેવુ થય ગ્યુ,ગલકુ બની ગ્યુ...એને શુ હમજવુ...?

November 5 / 2011 /  at 9:11am
..........................
દીવાળી પર ઉઠતા અમુક પ્રશ્નો....
[] દિવાળી પર જ કેમ ભંગાર ની ઘરાકી વધુ હોય સે..?
શુ ભગવાન જ પોતે " લાવો જુનો ભંગાર "...
એવુ બોલીને પત્નીઓને પરિવર્તન માટે લલચાવતો હશે...
{}કાળીચૌદશે ઘરવાળી બઝારમા પાણીના વર્તુળો બનાવીને શુ બતાવે સે..?
મારા ધણીના પગ કેટલી વખત કુંડાળામા પડ્યા એ કે બીજુ કશુ...?
{}વાઘબારસનો મહિમા..સસલા અને હરણ જેવુ નિર્દોષ જીવન જીવતી ભારતીય પ્રજામા વાઘ જેવી નૈતિક હિમ્મત આવે...
તો શુ.આ "નૈતિક હિમ્મત"બાયુમાણા મા જ આવી કે શુ..?
{ટાઈડની એક જાહેરાત જોઈ લેવી}
{}ધનતેરસ લક્ષ્મીપૂજન..આ દિવસે ગુજરાતમાં મહાકાળી, સરસ્વતી અને મહાલક્ષ્મીનું પૂજન થાય છે.
પૌરાણિક આખ્યાનો પ્રમાણે લક્ષ્મીપૂજન .પેલ્લી વાર વિષ્ણુ દેવે કર્યું હતું.આ જોતા ભગવાન પણ ઘરવાળીના ટાટીયા દબાવતા હશે....કે શુ.....?
{}લોકો દીવાળીને દિવસે બધા મો મીઠા કરાવે સે..તો શુ એવુ હશે કે ભંગારમા પતિને વેચી દેવાને બદલે
એક વરસ હજી ઢહડી લેવાની દાનતે.. બચી ગયેલા પતિદેવોને સ્વીટ કોમ્પ્લીમેન્ટ્સ અપાતા હશે..?
{}નવા વરહના દિવસે પત્નીરાણી પતિને પગે લાગી ને...
" આખુ વરહ ગદ્ધાવેતરુ " કરતા રહેવાના આશીર્વાદની..શુ માંગણી કરતી હશે..?
{} ભાઈબીજ..એ પતિની ગુલામીના ઇનિશીયલ કેરેક્ટર ગણાય...
પોતાની હાંક કેવી પ્રવર્તે સે..ઇ સાબિત કરવા ઘરવાળી બીજથી ફોર્મ બતાવે સે
....
નવા વરહે ....પતિદેવોની... ભગવાન પાહે માંગણીઓ ..કદાચ આવી હોય...
.
{}ભગવાન અમને એવા બુશ્કોટ આપજે..કે જેને ગર્લફ્રેન્ડના વાળ ના ચોંટે
{}બાયડીએ બનાવેલ ટીફીન ભલે ઓફિસની સેક્રેટરી ઝાપટી જાય..પણ એના વળતર રૂપે
એકાદિ આંખ સેક્રેટરી પાહે અમારી બાજુ મરાવજે...!
{}તમે સોળ હજારને પવણ્યા..તોય તમારી ગૃહસ્થી હાલતીતી..અમારી ઝોળીમા સોળ તો નાખ્ય ..યાર..
રોજ બાજરાના રોટલા અબખે પડી ગ્યા સે...એકાદિ વાર તો પીઝા ખવરાવ્ય...!
{}ઠામણા ઊટકતા હાથ દુખે ..તે દિ બાયડી ટાટીયા દબાવવાની જીદ ના કરે...યાર ગોડ..
{} પડોશણ હાવ ભાઠુ સે...એકાદુ હારુ મોડલ મોકલજે..તારે ક્યા તાણ સે...?
{} બાયડીએ ધોકો ઝીંક્યો હોય તે દિ ડાગતરને કેજે ..જાજા સવાલ નો પુછે અને સારવાર ચાલુ કરે..
{} હાહરાપક્ષવાળા મારી પત્તર ખાંડી નાખે સે...એને કોક માથાનો ભટકાડજે...!
{}મારી એક ની એક રુપકડી સાળી જ્યારે એની બેનને મળવા આવે તયે..અમારા "ઇ"એને રેઢી નથી મેલતા...
તો હે પરભુ...હવે હમજી જાને વળી...તને ક્યા હમજાવવો...

October 21 / 2011  /    at 6:48pm
................................................
ઇ તો સ્યાર પાંચ પેસીંન્દરને વલ્ડ ટ્રેડ સેન્ટરે ઉતરવુતુ અટલે અમે ડાયરેક સેવા આપી..
લાદેને જમરાજા આગળ ખુલાસો આપ્યો...
જમરાજા : પણ ગોલકીના.. ગેલઘાઘરીના હાળા.. બીજુ બલુંગ કેમ ભટકાડ્યુ...?
લાદેન : એમા એવુ હતુ ..કે એક પતિએ મને.. પોતાની બાયડીને પિયર મુકવા જાવાનુ કીધુ હતુ એટલે..યાર...!
October 10 / 2011 /   at 8:36pm
......................
શરદપૂનમની નાઈટડી ને
કાંઈ મુન રાઈઝ્યો અ-સ્કાય રે
આવેલ ભાષા ભર્યા
October 5 / 2011 /  at 12:45pm
.......................
એક રાજા હતો..એનુ નામ ખાજા...એની રાણીનુ નામ.... ખાજલી..
બેય જબરા રોમેન્ટીક...બધી બાયડીયુ હોય એમ ખાજલી થોડીક..દુટી ડાયી....
રોજ ખાંડ ખાઈને પતિદેવને મળવા જાય...
પતિને ખાજલી રાણી ગળી લાગે..અને બસ એના ગળે બાજેલો પયડો રે..
એક દિકરો થ્યો..એનુ નામ " ગળ્યો ખાજો" ....
{ પાછળથી એણે જાતિ પરિવર્તન કરતા એ " સાટા " તરિકે કુખ્યાત બન્યો " ..}
રાજાને તો ખાજલીના રોમેન્ટીયા લફરામા ...રાજકાજનુ ભાન ન રહ્યુ...
પરજા ત્રાસી ગય...કાઈક કરવુ પડશે આ રાજાનુ....
એમ વિચારીને સહુ એક સાધુ તપ કરતા હતા ..એની પાસે ગયા....
એ સાધુનુ નામ...ડાગતર હતુ....ડાગતર મારાજ અ..અમારા દુ:ખડા હરો...
ડાગતર તો પોતાની તુમડાની પેટીમા પાર વગરની શીશીયુ અને અજીસન ભરીને રાજા પાહે આવ્યા...
જોયુ ..તો ખાજા રાજા..ખાજલીરાણીના ગળહટા પ્રેમ મા ગળાડુબ ...
ડાગતર સાધુએ રાજાને ઢંઢોળ્યો..પણ રાજાને તો એની ખાજલી સયુંક્તા સિવાય કશૂ ન દેખાય...
છેવટે..ડાગતરસાધુએ રાજાને શ્રાપ આપ્યો....જા તારી કુખે જે બાળક અવતરસે એ મલકને નવરુ નય રેવા દે...
આખા મલકને રાત અને દિ..રાંધતા અને ખાતા....કામ કરતા અને આરામ કરતા..સુતા અને જાગતા..હોફિસે હશે કે ટોયલેટમા...
તારી દિકરી એને પજવ્યા રાખશે....એને મલક " ખુજલી " તરિકે ઓળખશે...
ડાગતર સાધુ નો આવો ક્રોધિત એટીટ્યુડ જોતા..રાજાની આઈઝ ..ઓપન થય...
રાજાને ભાન થયુ કે..પોતે બહુ જબરી ભુલ કરી બેઠો.." હા પસતાવો વિપુલ ઝરણુ "એને ફરતુ આંટા વાઢી ગ્યુ....
રાજા ડાગતર સાધુના પગે પયડો..અમારા ગના માફ કરો મારાજ...
ડાગતર સાધુ તો કૃપાના અપાર ઓશન હતા..
એણે રાજા દ્વારા ઉદભવેલી કન્ટ્રોવર્સીમાઅ થોડીક છુટ આપી...
જા ખાજા રાજા..તારી દિકરી જેને વળગશે..એનો ઇલાજ હુ કરીશ....
આમ "ખાજા ખાજલી અને સાટા ખુજલી ની વાત અહી પુરી થય...
...
{" સાટા "ભાય ને જે બે ત્રણ ગર્લફ્રેન્ડ હતી..એનુ નામ એકઝીમા,દાદર,ચળ અને ખંજ હતુ..એવુ એમના એક મારફતિયાએ અમને કહેલ...}

October 1 at 12:43pm · Like · 13
..........................
Himmat Chhayani Patel:
‎"ડાગતરસાધુએ રાજાને શ્રાપ આપ્યો....જા તારી કુખે જે બાળક અવતરસે એ મલકને નવરુ નય રેવા દે.....
{ આમા કોયે એવી દલિલ ના કરવી કે..રાજાને દિવસો રહે ખરા...? તમારુ વાંચન નિરિક્ષણ..બહુ સારુ સે ..ઇ અમે જાણીએ જ સયે...}
October 1 / 2011 /  at 12:46pm · Like · 9
......................
પેલા આવ્યુ નંબર પોર્ટેબીલીટી...
હવે આવ્યુ..વિમા પોલીસી પોર્ટેબીલીટી...!
ગવઢા માણસો એ લાળુ પાડવાની જરૂર નથી...અમુક મુસિબતની પોર્ટેબીલીટી ન આવે વાલા..
જે સે એમા જ ગુજારો કરી લેવો..હાન્ઢિયા ના હોઠ કોય દિ હેઠા નો પડે..શિયાળ ના બનો..!
October 1 / 2011 / at 12:19am
.....................
એક વાર ભુવા્ને માતાજી પંડ્યમા આવ્યા...
ભુવા માંડ્યા ધુણ્વા...હવ ભાયુ /બેનુ આશિર્વાદ લેતાતા
એક બેન ભુવાને પગે લાગ્યા..ભુવામા આવેલ માતાજી એ આશીર્વાદ દીધા
જા તારે દિકરો થાહે...!
ઓલી પગે લાગનાર બાઇ બોલ્રી...
માડી..ભુલી ગ્યા...હુ તો રાંડી રાંડ સુ...!
ભુવા બોલ્યા : તો ઘરઘી જા...મારુ વચન ફોક નો જાવુ જોયે..
September 16 / 2011 /  at 8:42pm
..................................
વાંદરાને તમે મમરા ખવરાવતા હોવ...
અને કોઇક વાંદરાનુ પુછડુ દબાવે....
તો...વાંદરો લાફો તો મમરા ખવરાવા વાળાને જ ઝીંકે...!
.
પેટ્રોલનો ભાવ વધારો...લાફાની જેમ વાગ્યો...

14 / 09 / 11 - 6:58pm
-------------
આ ચાર વાતનુ દુ:ખ પ્રભુ કોઇને ન આપે
ફળીયા મા તાડ
પડોશી લબાડ {મોટેભાગે પડોશણ}
પુંઠે પડ્યુ ચાંદુ
ઘરનુ બયરુ માંદુ
એક્ષ્પ્લેન=જો ફળીયામા તાડનુ ઝાડ હોય તો
છાયો તો ન મળે પણ આવતા-જાતા કાંટા લાગે
પડોશમા જો સારી ગૃહિણી વસતી હોય તો
એના ઘરના કચરા નો યોગ્ય નિકાલ કરે,પાડોશ સ્વચ્છ રાખે
પીઠના ભાગમા ચાંદુ પડ્યુ હોય તો ઉંઘ સંતોષપુર્ણ ન થાય
ઘરવાળી બિમાર પડી હોય તયે હોટલનુ ગળસી ગળસીને ઠાકી જાયી
હા ઘણાની બયરી જીવલેણ બિમારીમા ખાબકે તયે એને તો જણે
પુર્વ દિશામા સુખ નો સુરજ ઉગતો દેખાય..
{નારીશક્તિ વિવેક રાખે આ વ્યંગ સે

September 12 / 2011 at 5:00pm
-----------------
કન્યા જોવા માટે જાતા જુવાનિયા ને ધ્યાન મા રાખવા જેવી બાબત....
કન્યાના ફિગરને નિરખીને જોવા કરતા.... એની મમ્મીને જોઇ લેવી...
જો ટીપણાદર્શન થાય તો....યાદ રાખજો...૧૫ વરહ પસે....
હુબહુ..એવો જ આકાર તમારા પૈસે તમારે હિંચકે હિચકતો હશે...
{મારો જાત અનુભવ
·
September 8 /  2011  at 8:08pm
-----------------------
હાહરો જ્યારે દિકરીને વળાવતો હશે...
ત્યારે થોડુક જમાઈનુ પણ રોતો હોવો જોઈએ...
બીસ્સ્સાડો.... જમાય...!

August 30  /  2011  at 7:30pm
----------------------
જ્યાર થી સત્યવાનને... સાવિત્રી જમરાજા પાહેથી છિનવી ગઈ..
ત્યારથી જમરાજાએ પોતાના પાડા માથી હોરન કઢાવી નાખ્યુ સે..
કોઈ પરણિત પુરૂષનુ ભોડુ ઉલાળતા પેલા જમરાજનેય બીક લાગે સે
એક રાક્ષસને ઋષિએ શ્રાપ આપ્યો..તુ તારી બાયડી સાથે સો વરહ જીવીશ
... .
.
{નારીશક્તિ વિવેક રાખે..આ વ્યંગ છે}

August 1 /  2011     at 9:07am
---------------
જ્યારે કેળાની છાલ ઉતારતા હોઈએ ત્યારે..

ક્ષણ પુરતી દુ:શાસન વૃતિ આપડા પર સવાર થતી હશે..!
.
[રાજકોટ બસસ્ટેન્ડ પર એક ભાઈને કેળા ખાતા જોયા પછી આવેલો વિચાર]

· July 25  /  2011     at 6:13pm ·
-----------------

કંસ રાક્ષસ જ નહી અક્ક્કલમઠ્ઠો પણ હતો..!
કોડા ને ભવિષ્યવાણી દ્વારા જાણ કરી કે આઠમુ સંતાન તારો જીવ લેશે તોય વાસુદેવજી-દેવકીજીને જેલના એક સેલમા રાખ્યા...!
.
[આધ્યાત્મિક વિચારધારા વિવેક દાખવે ]

· July 24  /  2011     at 11:10am ·
-----------
વરઘોડો એટલે..........
પત્નિની જીતનુ વિજય સરઘસ કાઢતો .
પ્રથમ પંક્તિનો ટેકેદાર..... ડફોળ પતિ...!
· · July 13  /  2011    at 1:56pm ·
-------------
એનાથી ઉભા થાંભલા પર ચડાયુ,ને આખા શહેરમા રોશની થઈ ગઈ,
એક સસલી શી નાર પ્રેમમા પડીને, વાયરમેન ખરગોશની થઈ ગઈ,

· · July 12  /  2011    at 11:28am

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો