મુવો માથાનો ભટકાણો, મુવો માથાનો ભટકાણો
કાયમ કનડે કાળમુખો, કંથ કજાત્ય કપટી કાણો..માથાનો ભટકાણો
દસ દાડા જ્યા દુર જાઊ ત્યા થા’તો ઇ રઘવાયો
કામ નો કુટ્યો ધણખુટ્યો મારો મેલે ના પડછાયો
પાછળ પાછળ ફરતો મારે પ્રારબ્ધે પડીયો પાણો..માથાનો ભટકાણો
ભાર્યા ભાળીને થાય ભુરાયો ભાગ્ય તણો ભમરાળો
ભદવો ભેંટ્યમા ભીંસતો ભુંડો . ભંભોળ ભૂખરવાળો
મલકમા ન સચવાતો મારી સોડ્યમા શે સચવાણો..માથાનો ભટકાણો
એદી અદોદળ અથરો અકોણો અક્કલનો ઓથમીર
બાયડી પાસે બકરુ બનતો ભારે માયલો ભડવીર
’હિમ્મત’ સરખો ધણી પરણીને ભવ મારો રોળાણો..માથાનો ભટકાણો