બુધવાર, 29 ફેબ્રુઆરી, 2012

સરળ રચનાઓ


હે પ્રભુ! માનવતા પર એક ઉપકાર કરજે
કરવી હોય તો જીવતે જીવ દરકાર કરજે

મરણ પછી નથી કશા કામ ના એ અંતિમ
ખુટે જીવવા માટેના એ પુરા સંસ્કાર કરજે

9 / feb / 2012
--------------------------------------------------
દર્શન એમના ઉજળા છે,ને કામ કરે છે કાળા
સૌ ને લુટે સેવા ના નામે ધોળા ઝભ્ભા વાળા

ચુંટણી ટાણે મતદાર પાસે, જાતા પગે પાળા
કર જોડી ને મત માંગતા,કપટી કાગડા કાળા

વાયદા-વચનો ચોપડે છે કોણી એ ગોળવાળા
રાંક પ્રજા લુંટાતી જેની આંખે અજ્ઞાન બેતાળા

ગજવુ ભરવા ગ્રાંટ માથી કરે ગરબડ ગોટાળા
તપાસપંચ તાબે કરી એને ટાંગે તોતિંગ તાળા

હારી ને હાથ ઉપાડે છે હરવિંદર ’હિમ્મત’વાળા
નકટા ને નાલાયક, નેતાઓ નવી દિલ્હી વાળા

6 / feb / 2012
---------------------------------------------------------------------
વિવાહ ની વેળા ની શુ વાત હોય,અવસર ઉજવવાની જુદી ભાત હોય

મહોલ્લામા હરખની હેલી હોય,રંગીન રોશનીમા ઝગમગતી ડેલી હોય

સગાસ્નેહી પધારવાની પ્રતિક્ષા હોય,ભુલો ખમી લેવાની તિતિક્ષા હોય

પ્રસંગનો પુજન જાપથી પ્રારંભ હોય,ત્રણ દા’ડાનો ભવ્ય સમારંભ હોય

શ્લોક ને ગીતથી ગગન ગાજતા હોય,ચોઘડીયા ચોક મા વાગતા હોય

મે’માનો તો જાણે દરિયાના મોજા હોય,સાથે પહેરામણી ના બોજા હોય

દાળ ને અત્તરનો મીક્ષ પમરાટ હોય,ઘર ધણી ને ઠાઠ નો ગભરાટ હોય

માંડવે થતી મામેરાની વિધી હોય,પાછલા દ્વારની સહાયભેટ સીધી હોય

ફુલેકે ફટાકડા ની ધાણી હોય,પ્યાસીઓ એ પીયાલીની મોજ માણી હોય

પાટે ઉઠાવવામા પૈસા ની ઝડી હોય, અંઘોળ પીઠી ચોળવાની ઘડી હોય

જુગારીને લાલચભર્યા લોચન હોય,પટ પાથરીને પત્તાનુ વિમોચન હોય

પરોઢે પ્રભાતિયા રૂડા રેલાતા હોય,મગળ ઘડીના શુભ મંત્રો ફેલાતા હોય

સજીધજીને સહુ નમણા દેખાતા હોય, મોભો પાડવા કપડા હરખાતા હોય

લગ્નમા મોજની જબરી લુંટ હોય,આજ લાઈન મારવાની સહુને છુટ હોય

ભપકો પાડવાનો જાણે વળગાડ હોય,જમણવારે પણ જબરો બગાડ હોય

ઢોલી ની ચાનકે વરઘોડો વહેતો હોય,પૈસા ઉડાડવામા માભો રહેતો હોય

હસ્તધુનનથી જાનનુ સ્વાગત હોય, ડફોળ વેવાઈ જાણે કે તથાગત હોય

ગોરઅદાને દક્ષિણાનો લોભ હોય,પણ વેવાઈ પાસે માંગવાનો ક્ષોભ હોય

લગ્નવિધીના ફેરા ચાર હોય,ને પરિણય વિરમતા જાનૈયા માત્ર બાર હોય

વે’વારનો છેડો જાણે જમણવાર હોય,પત્યુ એટલે ગામ ભણી પોબાર હોય

છતા લગ્નસરાનો એક ઉન્માદ હોય,જ્યા થાક એ હરખ નો પ્રતિસાદ હોય

આ ટાણે વેવાઈનુ ધગતુ ડીલ હોય,પાકિટમા પૈસા થોડા જાજા બીલ હોય

સહુમા ખર્ચ કરવા ની’ હિમ્મત ’હોય,પ્રતિષ્ઠા રાખવા ચુકવેલ કિમ્મત હોય

4 / feb /2012
-------------------------------------------------------------------------------------------
મા-બાપ રોજ ઠેસ ખાય છે ઉંબરે
દિકરા પુજવા જાય દેવ ને ડુંગરે

નથી ખપનુ કથા પારાયણ શ્રવણ
એ થોડુ નાસમજણનુ પાપ સંઘરે

માથુ ચડે તેને સમજે છે વળગણ
ને શ્રીફળ વધેરે હનુમાનને ગોંદરે

જાણે ન કશુ જુથબળ ને નિષ્ઠા મા
આ રામસેતુ ને કેમ બાંધ્યો વાંદરે

જાત્રા કરીને બાંધ્યુ પુણ્યનુ પોટકુ
હરખ મા ભુલી આવ્યો એને પાદરે

હિમ્મત કેવા એ ધનદાન આપે છે
પછી તક્તી ના અનાવરણ આદરે
25 / jan /2012
--------------------------------------

જનમારે ઘણાય અનુભવો થયા સે,હોય મુલ્ય એવા યથાર્થ કામ ક્યા સે,
થયા સે ઘણા પ્રખ્યાત ને કુખ્યાત,ઘટના ને પુંછડે ચોટેલા નામ થયા સે,

મોચીવાડમા મોચી ઘાંચીનીય વાડ,તો તો અંબાણી બંધુ સે ચોરવાડના
સમજનો સંદર્ભ બાંધો મુલ્યાંકને,તો કોડી જેટલા કરોડ ના દામ થયા સે,

નૈતિકતાઓ જે નિશાળે શીખેલી,એને અમલમા મુકનારા ભઈ અમે કોણ
ઉજવણી ને નામે રાત રઝળતા,મદ ને મદ્ય કાય ચિક્કાર જામ થયા સે,

શાલિનતા કેવી પરણી સે મજબુરીને,એક બાબતે એનીય કરમ કઠણાઈ
કંડકટરની બૈરીને રોજ નુ થ્યુ,એ ન કહે તમાર ભાય બહારગામ ગયા સે,

ફેસબુક સે આધુનિક ગામનો ચોરો,જામ્યા સે એમા ગામગોષ્ઠીને ગપાટા
થાય તેવા તો ઘણાય પડ્યા સે,એવા કામ કરવાની માનવહામ ક્યા સે,

’ હિમ્મત’ ગોતે સે બહાર જવાનુ બારણુ,ફેસબુકમા ઘુસતા ઘુસી ગયો સે
જે માટીને જડ્યુ એ બંદો છુટ્યો,એને તો થયેલ જીવતરમા રામ દયા સે,

1 / jan / 2012
--------------------------------
સુર રેલાવવા મધુર વાંસળીના,વાંસડાને વિંધાવુ પડે છે,
મંદિરે ઉતારવા પાપ માણસના,ખાંસડાને ઘસાવુ પડે છે,

કંસારાના પેટ નો ખાડો પુરવા,હથોડા ને હાથ જે ઢીબાતો
નમણી નાર ના ધાન જો ભરવા,ત્રાસડાને ટીપાવુ પડે છે,

જાત ઉજળીને કુમળુ છે કદ,પણ મુલ એનુ ત્યારે તોલાય
કિસાનના કપાસની કિમત કાજે,ગાંસડાને બંધાવુ પડે છે,

હરિયાળા પાકના રક્ષણ ખાતર,રાત દિ ઉભો ખેત વચાળે
ચાડીયાના અડગ મનોબળ માટે,માંચડાને બંધાવુ પડે છે,

ફેસબુકે મળતા લાઈક કોમેન્ટ,બસ ’મિરા’તારી દેન ગણજે
તારા સ્નેહ પ્રેમે તરબોળ ’હિમ્મત’દાસડાને ભીંજાવુ પડે છે

28 / dec / 2011
-------------------------------------------------------
ધર્મ નિતીના વાડાઓ અપાર
, ન્યા એકતાના ઝંડા વાળા શુ કરે
પંથ પ્રમાણે વિચાર ને વર્તન, માનવ સેવાના દાનફાળા શુ કરે

માહ્યલા જેના ખોખલા ને કપટી એના કરેલ તિલક માળા શુ કરે
શોખ દિવાન લુચ્ચો લુંટે સમૃદ્ધી, પ્રમાણિકના પગી-પાળા શુ કરે

શહેર આખા સળગે ઇર્ષ્યાની દાઝે, ન્યા આગ બંબા વાળા શુ કરે
પ્રતિષ્ઠાની પળોજણે પીસાતા,મરતબો રાખવા મુખ કાળા શુ કરે

આવક ને મોંઘવારીના ત્રાજવે, તોળાતા મધ્ય વર્ગ વાળા શુ કરે
ભ્રષ્ટી-દવ લાગ્યો ભારત વનમા, સજ્જન પંખી ના માળા શુ કરે

મોરલ ઓબ્લિગેશન બની કોન્ટ્રક્ટેડ ફેસબુકે ’હિમ્મત’વાળા શુ કરે
બાયડીને ગણે સે બારમો ચંદ્રમા,ડામ દે પખાલીને ! સાળા શુ કરે
15 / 12 / 2011  /  1: 00 pm
......................
થોડાક દિ મા આવે સે વરહ, બે હજાર ને બાર
દિવસો આમ જ વહી જાતા, ક્યા લાગે સે વાર

કાલે જ ઉગ્યુ હતુ પુર્વ મા, વર્ષ જુનુ અગિયાર
જુઓને આથમવા કેવો. સુરજેય પશ્વિમે તૈયાર

ક્યાક માતમ ક્યાક ખુશી,ડુસકાતી હસતી યાર
ગુંચ ઉકેલવા જીવતરની, જીંદગાની હોશીયાર

યુદ્ધો ગયા ત્સુનામીઓ આવી,પ્રકૃતિ નો સંહાર
લડતા કદી નવ થાકે એ, માનવજાત ઉપહાર

યાદ કરજો એ સંકલ્પો,જે લીધેલા છેલ્લી વાર
જમા ઉધારના હિસાબમા ભુલ નવ હો લગાર

’હિમ્મત’કરીને હસાવજો,જ્યા દુખ સે પારાવાર
ફેસબુક છોડી કામે ચડજો, ઉગ્યો નવો સોમવાર
14 / 12 / 2011   /  7 : 08 pm
...........
આજ ટોળે વળી સે સાહેલડી,
પુછે ઉમર તારી જોને બેનડી

તુ તો સોળે છલકાતી જુવાનડી
તારા રૂપે ભીંજાય સે આભલડી

તુ તો ચાલે જે મારગે મોહકડી
નદી વે’તી ઝાંઝરની નાનકડી

તારે પોલકે ન માય’રે કાયલડી
છતી કરે સે તારી એ જોબનડી

તારી વાટ મા વેરાતી વસંતડી
તારી ઇર્ષ્યા એ ખરે પાનખરડી

બોલ તારા કે ટહુકે રે કોયલડી
મોર નાચ્યા સે તારા ઓ ઢેલડી

તુ તો લીલી નાઘેરની કુંજલડી
જાણે ઝબકી સોરઠની મેઘલડી
.
November 27 / 2011 /  at 2:55pm
..............................
લગ્નનો માહો્લ જામ્યો સે ગજબનો,
રિવાજે’ય સુધર્યો ફેશનમા અજબનો,

બેન્ડવાજા ઢોલ એક્સપાયર થયા સે,
ટેમ્પામા ખડકેલ ડીજે આવી ગયા સે,

પેરણ-ચોરણીની જગા સુટ લઈ ગ્યુ,
ખાસડાને બદલે કુમળુ બુટ થઈ ગ્યુ,

ઘોડા પાવર બની એન્જીનમા સમાયા,
તેથી જ ભાડે મોટરુવાળા ખુબ કમાયા,

લાજ-મલાજા તો સુપમા પીવાઈ ગ્યા,
રિસેપ્સનમા લગન ગીત વિખાઈ ગ્યા,

વરકન્યા અટલે બ્યુટી પાર્લરનુ બીલ,
રકમ હાંભળતા જ ઘગે વેવાઈનુ ડીલ,

શણગારેલ કાર માથી લાડી ઊતરેલ,
જાણે સુકાયેલ પીપળે સાડી વીંટળેલ,

વરરાજો કાળુ આજે કેવો ઝગમગે સે,
વેવાણની આંખ્યુ હરખમા તગતગે સે,

લાડવા ને મોહનથાળ બન્યા ભુતકાળ,
પડ્યા પંજાબીને ચાઈનીઝ ના દુષ્કાળ,

સુખી દાંપત્યની દુવા મા ૫૦૦ની નોટ,
જેટલી લાઈન નાની એટલી વધુ ખોટ,

"હિમ્મત"રાખી ને સહુ કંકોતરી ખોલજો,
સુધર્યો લગ્નરિવાજ એમ માની મોલજો,

November 22 / 2011  / at 7:44pm
..........................
કેમ સમજાતુ નથી મને કે,મલકમા આવુ શુ લેવા ને થાય સે,
સચ્ચાઈ રહે બાર ગાઊ છેટી, ખોટુ વ્યવહારમા ખપી જાય સે,

કુટુંબ કબીલા લઈને જે બેઠા, નીત નવા ઢોંગ કરતા ફરે સે
દુખતી રગ દબાવો જરાક તો, દુશ્મન તમારા બની જાય સે,

આખુ વરહ ગદ્ધામજુરી કરે,પસે દિવાળીએ વાપરે સે બેફામ
બેંગકોકની ઇ કઈ માતાજી,જેની જાત્રા એ રહુડીયા જાય સે,

દિકરો બુક લેવા પૈસા માગે, તો કહે "ઝાડ પર નથી ઉગતા"
ને ગલ્લેથી પાનબીડી મંગાવવા,પૈસા ક્યાથી આવી જાય સે,

હરિદ્વાર થી લાવેલુ ગંગાજળ,છાંટે સે ઘર મા શુદ્ધીકરણ માટે
એ જ ભગતને દિવ દમણમા,દારૂનો નશો કેમ ચડી જાય સે,

ડાયરા ભજન સંતવાણીમા, હરખપદુડો થઈને રૂપિયા ઉડાડે
પસે મિટરના નાણા ગોતતા, કુતરા આબરૂને ચાટી જાય સે,

એલા"હિમ્મત"તુ તારુ કર, તારેય લાળા લફરાના પાર નથી
કો’કને લેખીત શીખ દેવામા,તારા જેવા ફેસબુકે જડી જાય સે,
November 14 / 2011  at 4:41pm
..................
સદવિચારો સદા ક્વોટ બની જાય સે
જુઠાણા તો જલ ભંભોટ બની જાય સે,

અવળા વિચારો નો કોટ ચડી જાય સે
તયે મગજમા પણ ખોટ બની જાય સે,

શરિર સાંચવવા માટે  પહેરાતુ  કપડુ
પુનમ ન પહેરે તો હોટ બની જાય સે,

ઉત્તમ કવોલીટીની હિરોઈનુ ડાયરેક્ટ
અમેરિકન  એકસપોર્ટ બની જાય સે,

બાયડીના ઘાઘરાનો જંપલ હટાવતા
ઘરવાળા માટેની લંગોટ બની જાય સે,

અર્થશાસ્ત્રી થવાથી કાઈ જ નથી વળતુ
નારી પાહે વડો કેવો ભોટ બની જાય સે,

’ઇન્ગલીશ’ મા બજાર મા ફરતુ બકરુ
બુક મા અચાનક ગોટ બની જાય સે,

એલા ’ હિમ્મત’ હવે તુ ગવઢો થ્યો સો
આવા વિચારે  ભેજુ લોટ બની જાય સે,
September 23 / 2011 / at 7:34pm.
.......................
દરજી મુને પોલકુ નવુ પેરાવ્ય,મારો વાલીડો મેળે આવે સે
એમા રણકતી ઘુઘરી લટકાવ્ય,મારો ગોલીડો મેળે આવે સે
કહને હિરની દોરીયુથી ગુંથાવ્ય,મારો કાલીડો મેળે આવે સે
એક ઘાઘરા નવાનુ માપ લાવ્ય,મારો મુલીડો મેળે આવે સે
એને ઝગમગતો જંપલ જડાવ્ય,મારો જોલીડો મેળે આવે સે
ઘમ્મર ઘેરમા તુ કેરીયુ દોરાવ્ય,મારો દેલીડો મેળે આવે સે
એક હાડલો’ય હારો કપાવરાવ્ય,મારો હાલીડો મેળે આવે સે
એમા ફુલ ફુમકા  ફરતા ફોરાવ્ય,મારો ફુલીડો મેળે આવે સે
હાડલામા સોનેરી ભાત્ય કરાવ્ય,મારો ઘેલીડો મેળે આવે સે

· August 10  /  2O11  at 7:40pm ·
--------------
કાલે એ બગીચામા મળ્યાને મળી અમારી આંખડી
મંદિર પર મળવાનુ કહીને બાંધી અમ હાથે રાખડી

August 6  /  2011  at 11:46am ·
--------------------
બાળ નાનુ વ્રુદ્ધ આંગળી પકડી, ડગમગ ચાલવા શીખતુ’તુ,
ઝરણુ હાલતુ પરવતને સહારે, થાવા સરિતા ખળખળતુ’તુ,

નમણી વેલને આભ આંબવુ,એ અભરખા થડને કે’તી હશે,
ઉપકારી તરૂવર થોડુ ઝુંકીને, આગોશમા વેલને વિંટતુ’તુ,

બાષ્પ બિંદુ ધરા આલિંગવા,વાયુ સવાર થઈ ઉચે ઊડતુ
ઘનમાળ ઘનઘોર જળુંબતુ, મેઘમંડળ બનીને વરસતુ’તુ,

પાનખર કુંપળો કાલીઘેલી,ચડતી આખડતી વ્રુક્ષ બાજતી
મંદ મંદ સ્મીત ફરકાવતુ,વસંતના ફુલ બનીને ખીલતુ’તુ,

July 16  /  2011    at 7:19pm
-------------
એનાથી ઉભા થાંભલા પર ચડાયુ,ને આખા શહેરમા રોશની થઈ ગઈ,
એક સસલી શી નાર પ્રેમમા પડીને, વાયરમેન ખરગોશની થઈ ગઈ,

July 12  /  2011    at 11:28am
-----------
વાસેલા દ્વાર ઉઘાડીને જુઓ
નેજવુ નેણે લગાડીને જુઓ,

આંગણે ઉભા અતિથી એને
જુની યાદો જગાડીને જુઓ,

વિરહ જુરાયો બેય બાજુથી
ઉઠતા ડુમા સંતાડીને જુઓ,

અપાર વ્યથાની આંધી વચ્ચે
આશનુ કિરણ ઉગાડીને જુઓ,

’હિમ્મત’ કરીને બે ડગ ભરો
હૈયા થી હૈયુ લગાડીને જુઓ,


July 7  /  2011     at 12:28pm
-----------
કિનારાની સુકી રેતી ને પણ ખોટ હોય છે,
પ્રેમને દરિયે પણ ભરતી ને ઓટ હોય છે,

દિવાલો જ રક્ષણ નથી કરતી આ શહેરનુ
પગીની ચપળ નજરોના પણ કોટ હોય છે,

આંસુના ખાબોચીયા છલકતા આંખ બની
જ્યારે લાગતી અંદરથી કોઈ ચોટ હોય છે

લોભી માનવી  બિમાર પડતો નથી કદી
એને ઇલાજથી જતા પૈસાનો તોટ હોય છે

’ હિમ્મત ’ના હલેસે ઉર્મિસાગરો ખેડી શકો
બસ એમા ઇરાદાની મજબુત બોટ હોય છે

July 6  /  2011    at 7:52pm
----------------
જુવાનને મુંછ નો દોરો ફુટતા
કૈક સપના સેજ પર ઢોળાયા..!

ફાલ્યા ફાગણ કોરા અંગે ને
સૌંદર્ય ની રજ પર રોળાયા..!

July 3  /  2011    at 7:10pm

મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2012

હળવે હાથે વ્યંગ



કાર નુ " બાયડી " નામ નુ મોડેલ

ફોર્ડ કંપની... આજ ની તારીખે ૧૯૦૩ મા જન્મેલી..
૫ અબજ ૫૩ કરોડ જેટલા વાહનો બનાવી ચુકી છે...અને અપાર મોડેલો લોંચ કર્યા છે..આ તો થઈ એક જ કંપની ની વાત..
આવી તો સેંકડો કંપનીઓ અસ્તિત્વમા આવી અને અપાર મોડેલો અલગ અલગ નામથી લોંચ થયા

એ જોતા તો ઓક્સ્ફર્ડ ડીક્શનરી મા ફક્ત ૭૫ હજારેક શબ્દો છે..
ભવિષ્યમા મોડેલોના નામની જબરી અછત સર્જાશે..એવુ અમારુ અનુમાન છે....
.
જો મોટર કંપનીવાળા કાર નુ મોડેલ "બાયડી " નામ થી લોંચ કરે તો ...?તો શુ શુ વાર્તાલાપો થાય...? કેવા કેવા ન્યુઝ છપાય અથવા બોલાય...?
.

- પેટ્રોલ નો ભાવવધારો..રોડ પર વધતી બાયડીઓની સંખ્યા ને કારણે

- જાહેર સભામા હવેથી મોદી ..કોપ્ટરને બદલે બાયડીનો ઉપયોગ કરશે

- આજે ધુમ્મસ ના લીધે હાઈવે પર ટ્રક ની નીચે બે બાયડી ઘુસી ગઈ

- ચોમાસામા હુ બાયડીને બહાર કાઢતો જ નથી... બગડી જાય

- બાયડી બરાબર એવરેજ નથી આપતી....ગેસ કીટ બેહાડવા નુ વિચારુ સુ

- રોંગસાઈડ મા બાયડી હંકારવી દંડ ને પાત્ર છે

- સસરા એ મેરેજ ગીફ્ટ મા આલિશાન બાયડી આપી

- પાર્કિંગ એરિયામા રંગરેલિયા મનાવતા બે યુગલો બાયડી સાથે ગીરફ્તાર

- ડોકટરની સલાહ : વધુ પડતા વરસાદ કે ઠંડી થી બચવા બાયડી ને ન છોડવી

- નેતાજી ની બાયડી પર લોકોના ટોળા એ પત્થરમારો કર્યો

- અમારા ભુલાકાકા બોવ સેવાભાવી..સોસાયટી મા મુશ્કેલીના સમયે પોતાની બાયડી આપી દે

- ઓટોમોબાઈલ ડિપાર્ટ્મેન્ટે બાયડીમા ચાઈલ્ડલોક સિસ્ટમ ફરજીયાત બનાવ્યો

- બાયડીના ધ્વનિ પ્રદુષણ સામે સુરતમા જબરદસ્ત અભિયાન
.
.
{ નારીશક્તિ વિવેક રાખે...આ વ્યંગ છે }


16 / june / 2012.....

.................................
ખુરશી....

રાજા ભોજ જ્યારે જ્યારે વીર વિક્રમના સિંહાસન પર બેસવા જતાં ત્યારે એક પૂતળી એને રોકતી અને ભોજને વિક્રમની એક એડવેન્ચર સ્ટોરી સંભળાવતી. પૂતળી ભલે વિક્રમને પરાક્રમી કહેતી પણ એ બધો સિંહાસનનો પ્રતાપ હતો! ખેર, સિંહાસનો તો રાજાઓ સાથે જતાં રહ્યા પણ એ ચાર પાયાવાળી માયા મુકતા ગયા જે આજે ખુરશી તરીકે ઓળખાય છે,
લાકડાના માત્ર ચાર પાયા ધરાવતા આકારમાં ગજબની વિશીષ્ટતા છે! ખુરશી પર બિરાજનાર ને આરામ, માન..., અધિકારને કિર્તી અપાર મળે છે. અને તેથી જ ખુરશી પ્રાપ્ત કરવા માટે માનવજાત ચરમસીમાએ જતી રહે છે. શરીર વૃદ્ધ થાય, વાળ ધોળા થઈ જાય, દાંત પડી જાય, બબ્બે ત્રણ ત્રણ બાયપાસ સર્જરીઓ કરાવી હોય અને પગ પર ઉભા પણ ન રહી શકતું હોય તો પણ માણસ ખુરશીનો મોહ છોડી શકતો નથી, પછી એ ખુરશી સત્તાની હોય કે પછી વ્યાસ પીઠની!
પુરુષ પ્રધાન જગતમા રૂપાળી સ્ત્રી પછી બીજા નંબરે આકર્ષણ નુ સ્થાન ધરાવતી ચીજ ખુરશી છે. નેતાઓને એ અતિ પ્રિય છે અને એટલે તો નેતાઓ ને પાંચ વર્ષ પછી પોતાના પ્રિય પાત્રને છુટાછેડા આપીને બીજાને ભોગવવા દેવામા તાણ પડે છે!

ખુરશી અથવા સ્ત્રી પામ્યા કેડે પામનારમા ધરમુળ પરિવર્તનો આવતા આ જગતે જોયા છે. ખુરશી પુરૂષને સત્તા અને યશ આપીને ટોચ પર બેસાડે છે, જ્યારે સ્ત્રી એને પામનારને નિયંત્રણમાં લઇને ચોકડીમાં વાસણ માંજવા પણ બેસાડી શકે છે! આમ નારીઓમાં ખુરશીને પામવા કરતા "ખુરશીધારક"ને વશ કરીને સત્તા ભોગવવાનો ગુણ કાબિલે દાદ હોય છે. લગ્ન વેળા ઘોડે ચડીને આવેલ વરને ખુરશીમા બેસાડવામા આવે છે, જ્યારે લગ્ન પછી પત્ની ધારેતો પતિને ગધેડે બેસાડી શકે છે!
પહેલાના વખતમા લગ્નની સુહાગરાતે ઘુંઘટ અનાવરણ બાદ ખબર પડતી કે પોતાની હસ્ત-રેખામાં ચંદ્રમુખી લખેલ છે કે પછી કાળમુખી! એવુ જ અત્યારે રાજકારણનુ છે. અનેક કાળા-ધોળા કરીને લોકસભામાં ચૂંટાયા પછી ટેકો લેનારની ગરજ પરથી નક્કી થાય છે કે મીનીસ્ટરનું સિંહાસન બેસવા માટે મળે છે કે પછી એસ.ટી બસ સ્ટેન્ડના બાકડા જેવી સાંસદની ખુરશી! ચુંટાવામા એક વિરોધાભાસ છે. જેટલી વધુ આવડત, એટલુ ખુરશીનુ સ્વરૂપ વધુ આકર્ષક. છેલ્લા બે ચાર વર્ષો ના રાજકિય સંકેતો જોતા ખ્યાલ આવે છે કે કુંવારા રહેવાથી સત્તા ધરાવતી ખુરશીઓ સહેલાઈથી હાંસલ કરી શકાય છે. શક્ય છે કે રાહુલ ગાંધી કુંવારો રહેશે તો વડાપ્રધાન જરૂર બનશે!

મનુષ્યનો ખુરશીપ્રેમ તેની રહેણીકરણીમા સાવ સામાન્ય થઈ ગયો છે. જેમ કે આરામ, ભોજન, વાંચવુ, લખવુ, પેટમા પધરાવેલ અન્ન વિસર્જીત કરવુ વગેરે બાબતોમા ખુરશીનો બખુબી ઉપયોગ થતો હોય છે! ખુરશીનો સાદો પ્રભાવ જોઈએ તો ચિક્કાર ગીર્દીવાળી બસોમા, ખુરશી {શીટ} પર બેઠેલા અને ઉભા રહેલા પેસેન્જરોના ચહેરા પરના ભાવ જોઈને, ખુરશી પ્રાપ્તીનો કેફ કેવો હોય એનો સામાન્ય ક્યાસ કાઢી શકાય છે!
જસદણના હરસુર ગઢવીએ કહેલી વાત:સુકાયેલા ઝાડના ઠૂઠા પર કાગડા અને ગીધ બેસીને શિકાર પર નજર રાખતા. એક મિસ્ત્રી એ એ ઠુઠાના પાટિયા વહેરીને એમાથી ખુરશીઓ બનાવી, જે અટાણે
સંસદમા ગોઠવવામા આવી છે અને એની પર બેસીને ખાદીના સફેદ કપડાવાળા કાગડાઓ અને ગીધડાઓ પ્રજાના પૈસા મારી ખાય છે!

અમુક ખુરશીઓ વિશીષ્ટ પ્રકારના ગુણધર્મો ધરાવતી હોય છે, જેમ કે દરજીકામની ખુરશી પર આરૂઢ જનને ડાયેટીંગ નથી કરવુ પડતુ! તો કંદોઈની ખુરશી પર બેસનાર તો જાણે અંધેરીનગરીની શૂળીનો માલ! હજામની ખુરશી પર બેઠા બાદ માણસ આપમેળે પરાધીન થઈ જાય! જ્યારે પોલીસમથકની ખુરશી સહુથી વધુ માલ-મલિદાવાળી હોઈ બદનામ બની છે!
વહિવટદાર કે પ્રમુખની ખુરશી પર કરોળીયાના ઝાળા બાજેલા હોય છે! સંસદભવનની ખુરશી પર તો ઘેન ની ટીકડી પણ લેવી નથી પડતી! બીડીના બંધાણીની ખુરશીને "શીતળા" નીકળ્યા હોય એમ ડાઘ/ ચાઠા હોય છે! કામઢો પટાવાળો સાહેબની ગેરહાજરીમા ખુરશી પર બેસવાનો અખતરો કર્યા પછી આળસુ અને ’જે મળ્યુ તે ખિસ્સામા’એવી દાનત વાળો થઈ જાય તો નવાઈ નહિ!

ખુરશીની જેમ ચાર પાયા તો ચારપાઈને પણ હોય છે અને એના પર આરામથી સુઈ પણ શકાય છે, છતાં કોણ જાણે માણસને ખુરશી જ વધુ ગમે છે! અને આપણે ત્યાતો ચાર ખભા ભેગા થવાની ઉંમરે ખુરશીના અભરખા સેવનારા મળી આવે છે!

{સંકલન અને સહાયક : Badhir Amdavadi}

27 jan /2012
--------------------------------------------
છકડો રિક્ષા.. હા ..ભઈલા હા...

છકડો રિક્ષાની કોઈ જીવંત ઓબ્જેક્ટ સાથે સરખામણી કરવામા આવે તો
પશુઓમા ભેંસ જેટલી સેન્સ ધરાવતુ આ એક ત્રિચક્રી વાહન છે.
ભેંસને ટ્રાફિક સેન્સ નથી હોતી,એમ છકડો પણ સેન્સ વગરનુ વાહન છે.
બન્ને ગોવાળ જાતિ પાહે પાધરા ચાલે, ભેંસનુ દુધ અને છકડાની એવરેજ બહુ ગુણકારી,બન્ને નો લગાવ ગામડા પ્રતિ,
ભેંસનુ દુધ અને છકડાની ફેરી... વહેલી સવારમા જ શહેર ભણી દોટ મુકે,
ડ્રાઈવરોના અનુભવ મુજબ ભેંસ... અને છકડો નોખી બાજુ તાણે..ખેહી રાખવા પડે..નકર કો’કને પાડે..

" અમારા ભરવાડભાયુ ચાર પગા વેંચી વેંચીને ત્રણ પગા અપનાવવા મંડયા સે..હવે તો ઠાકર કરે ઇ ખરી "
આ શબ્દો સે જસદણના પુના ભગત ભરવાડ ના.. આ વાહન માનવસમાજમા પગપેસારો કેટલી હદે કરી ગયુ સે,એનો ભગતે સાચો ખ્યાલ આપ્યો
અમિતાભ બચ્ચને આ " છકડાશ્વ " ની વિરતાભરી સવારી કરવાની ઇચ્છા દાખવી,ત્યારથી આ છકડાની છાતી ગજગજ ફુલે સે
એક પ્રકારનો રેટ્રો લુક પામી ચુકેલો આ છકડો..આમ તો એની બમણી ભારખેંચ ને લીધે છકડો કે’વાયો ..નકર તો પોતે "ત્રગડો "જ સે

ગામડામા નાના પાયે માલની હેરાફેરી માટે એક માત્ર વિકલ્પ રૂપે આ છકડો મળે,
પોતાની " ભારવેંઢારક ક્ષમતા " પ્રતિ, અતિ ઉદાર એવા આ વાહને મનુષ્ય જાતિ પર ખુબ અહેસાન કર્યા સે.
રાત-દિવસ, ટાઢ-તડકો, જોયા વગર..અરે ક્યારેક તો ડીઝલના દુષ્કાળ વખતે કેરોસીન વડે પણ
આ છકડા વાહને પોતાની જવાબદારી સાર-ધાર નીભાવી છે.અને અનંતકાળ લગી નીભાવશે જ.

પોતે એક ભારવાહક હોવા છતા પેસેન્જરવાહક તરીકે સેવા બજાવીને આ છકડો વાહન એના માલિક પ્રતિ સંપુર્ણ વફાદાર છે,એમ કહી શકાય,
ગામડે પાદરે ઉભેલો છકડો..ક્યારેક ક્યારેક તો બે થી અઢી કલાક સુધી,ગ્રામ્ય મુસાફરની પ્રતિક્ષા કરતો ઉભો રહીને
ગ્રામસેવક તરીકે પણ સેવા બજાવતો તમને નજરે ચડશે,
પોતાના માલિકના ચહેરા પર પુરતા માત્રામા ગ્રાહકો મળ્યાનો સંતોષ જોયા પછી જ પોતે પ્રસ્થાન આદરે સે,

કદરૂપ અને નિર્દોષ લાગતા આ વાહનને ઘણા લોકો શકની દ્રષ્ટીએ જુવે છે,
પોતાને " સમથીંગ " સમજનાર વ્યક્તિ જ્યારે છકડામા બેઠો હોય,ત્યારે એમના ચહેરાના ભાવ અતિ ગરિબ બની જાય સે
ઘણા લોકો છકડાને ડોકટરોનો અનઓફીશીયલ માર્કેટીંગ મેનેજર પણ ગણે સે,
જ્યારે ડોકટર જાતિ અતિ સંકટગ્રસત હાલતમા હતી ત્યારે તેઓએ આ વાહનને જન્મ આપ્યો..એવી દંતકથા પ્રચલિત છે,
{કઈ હોસ્પીટલ.. અને કોણ મા બાપ.. જેવા હડકાયા સવાલ ન પુંછવા }
અને બસ સમાજ સેવા કરતા કરતા આ છકડો જે-તે મનુષ્યો અને અન્ય પ્રાણીઓને
હડફેટે લઈને ડોકટરોના દવાખાના હર્યા ભર્યા રાખવા લાગ્યો...

સંસારમા કેટલાય પરિવારોનુ ભરણપોષણનુ મુખ્ય સાધન આ છકડો બની ગયુ સે,
છકડા જાતિ પોતાને પણ વિકાસની રાહમા આગળ વધારવા માંગે સે,
પરંતુ કદરદાનોથી વાંજીયો મલક યોગ્ય સરાહના કરવામા વિફળ ગયેલ છે,
મધ્ય ગુજરાતમા આ છકડાના નામે લોકગીતો પણ ગુંજતા થયા સે
અમિતાભ બચ્ચન અને અમુક વિદેશી સહેલાણીઓ એની વહારે આવ્યા સે..
તો હવે કદાચ આ " ભેંસકુળ "નુ વાહન પોતાને પણ વિકાસના સરખા સહભાગી બનાવવા પ્રયત્ન જરૂર કરશે..

24/ jan /2012
---------------------------
ધૃતરાષ્ટ્ર.....હા...એલા... મહાભારતનો ધૃતરાષ્ટ્ર,
મહાભારતનો બાયડી કહ્યાગરો ધણી..
એક તો અંધ ..અને એમાય હાહરીયુ અકોણુ...અને શકુનિ આણાના ઉઘરાણામા મળ્યો..
પરજા અવેડાના ડટા કાઢે એવી પાકી...અટલે ભલો સુરદાસ બદનામ થય ગ્યો..

પણ ધૃત બાપુ.... અટલે ધૃત બાપુ...
આમ જોઈએ તો દરેક પરણીત બાયડીને ગાંધારીની એક બાબતે ઇર્ષ્યા થાય જ....
કેવો કહ્યાગરો કંથ,કોઈ અન્ય અબળા જોડે લાઈન મારવાની તો વાત એક બાજુ રર્હી.
ગાધારીને કોઈ... સ્ત્રીપાત્રએ ફરિયાદેય નહી કરી હોય..કે તમાર "ઇવડા ઈ"અમને આખ મારે સે...!
અત્યારના સમયમા કોઈ પતિ એમ કહે કે.."અમે બે અમારા બે "ત્યારે એમના પત્નીદેવીને.
પોતાના પતિ મા રહેલ " વિટામીન ધૃત "ની ખામી અવશ્ય દેખાઈ આવે

અત્યારની આધુનિક પત્નીઓ..
પોતાની મહાત્વાકાંક્ષાઓનો વિસ્તાર વધારવામા બીલકુલ નથી ગભરાતી..
પોતાના પતિની દ્રષ્ટી અને સક્ષમતા "ધૃતરાષ્ટ્ર" જેવી..
અને પરજા "દશરથ" જેવી ઇચ્છે છે,
પણ વિધાતા પાહે ક્યા કોઈનુ હાલ્યુ સે...

સચીન તેંડુલકર સો મી સદી ફટકારે એના અભિવાદન ઝીલવા બેટ ઉંચુ કરે સે,
વિચારો... મહાભારતમા એક વહેલી સવારે નવ્વાણુ સુતનંદિની જ્યારે સદી કરવા જઈ રહી હશે
ત્યારે કેવુ રોમાંચિત વાતાવરણ હશે,કેમેરામેન સંજ્યે લાઈવ ન્યુઝ આપવા માટે કેવા કેવા રિહર્સલ કરેલા હશે,
કરૂણતા અહી એ બાબતની છે,કે સદી ગાંધારી ફટકારે અને જશ બધો ધૃતરાષ્ટ્ર લઈ જાય..

મહાભારતના એ સમયકાળમા ગાંધારીને ૧૦૦ પુત્રો અવતર્યા.,કહેવાય છે કે એ સમયમા " સુયાણી "નો દુષ્કાળ પડેલો.
એવી વાતો પણ જાણવા મળેલી કે અફઘાનિસ્તાનથી {ગાંધાર} નર્સો આવેલી..
સુથારની આખી ફોજ ઘોડીયા બનાવવા કામે લાગેલી,બારબળીયા અને કાટલાના આંધણ તો અવિરત ચાલુ રહેતા,
જાણે કુકડાઘર હોય એમ...બાળ રૂદનથી મહેલ ગાજતો રહેતો
ધૃતરાષ્ટ્ર સંતાનોના માથા પર હાથ ફેરવીને ઓળખી જતા કે ક્યો નંબર સે..
મામા શકુનિ જ્યારે બહેનને મળવા જતો ત્યારે " મામા, મામા " ના શત શત સાદથી વાતાવરણ ગુંજી ઊઠતુ,

ધૃતરાષ્ટ્ર એક પછી એક દિકરાઓની સગાઈ કરીને પરણાવતો ગયો,એમ એમ શકુનિ મામો..મામેરુ કરી કરીને બરબાદ થતો ગયો
અને જુગારના રવાડે ચડી ગ્યો,એક તો બહેનને આટલી બધી સુવાવડોનુ દુખ દીધુ અને પોતાને મામેરાના સેંકડો ડામ,અટલે શકુનિએ પ્રતિજ્ઞા લીધી
બનેવીને " ઠનઠન બનાવી " ને જંપીશ...

પોતાની પરજા કોઈ સ્ત્રીના વસ્ત્રહરણ કરતી હોય અને બાપ ત્યા હાજર હોય એવી ઘટનાનો સાક્ષી અટલે..ધૃતરાષ્ટ્ર
લાલુપરસાદ નામના એક વ્યક્તિને આ ધૃતમેનિયા ઉપડેલો..અને કરી લાઈન ચાલુ...એ તો એમના પત્નીએ આંખે પાટા નહોતા બાંધેલા
અટલે અમુક સંખ્યાએ પહેચતા એમનુ ભુત ઉતારી દેવામા આવ્યુ
ભીમને છાંતીસરસો ચાંપવાના કોડ પુરા કરવામા લોઢાના પુતળાના ભુક્કા બોલાવી દેનાર ધૃતરાષ્ટ્રને એક બળીયો આદર્શ પતિ ગણવામા આજની આધુનિક પત્નીઓને એક બાબત ચચરે સે..પરજા મા ભલીવાર નથી રે’તી...

18 /jan / 2012
------------------------------------------
પત્નીના ચરણો અને ગરદન વચ્ચે..
’ ચીનની દિવાલ ’ કરતા પણ મોટી વાડ હોવી જોઈએ..
ન હોય તો પગ દબાવતો પતિ ..સીધુ ગળુ દબાવી જ દે...
December 10  /  2011    at 11:11am
..................

એલા પણ તમને હન્ધાયને કે’દુ ના કઈ સયી...કે બોવ ફેસબુક નય હારુ { તારુ કર પેલા }...
લ્યો...હવે આ સોસ્યલ નેટવર્કિંગ બંધ થાવાની તયારીયુ થાવા લાગી....
હાલો હવ હવના ગાળ્યુ અપશબ્દો મારામારી ગપ્પાના પોટકા ઉપાડો ’તો...
"ઉતર દિશાથી એક રમતો ’ કપિ ’ આયો રે..."
હેય ને પસે..આપડે હન્ધાય ગવઢા થય જાહુ...
અને ગામના ચોરા પાછા આવી ગ્યા હયસે..
પસે ન્યા ફાકાવાળી...
અમારા વખતમા ફેસબુક હતુ....
એસિડ કરતા પણ અમે વધારે હારી રીતે ન્યા ગાંગડા ઓગાળતા’તા...
ઇ તો કોઈ ગજબનો જમાનો હતો...
તયે એક પાલ્ટી "કોંગ્રેસ" કરીને હતી..
એમા એક શીખાઊ નેતા... નામે "કપિલબાપુ"...
એને કારણે ઇ ફેસબુકનુ ખેતર હાવ ઉજ્જડ થય ગ્યુ....
December 7  / 2011  /  at 9:48am
......................

ભગવાન શુ મારામા પાણી રૂપે રહેલો હશે.....?
મારી વાતથી બે લોકો ને હસતા જોઊ છુ,તો મારી આંખ્યેથી આહુડા ચાલી નીકળે સે..!
December 4  /  2011  /  at 1:16pm
........................
"તમાર તો ..ભગવાને દિધેલો "...સાત ખોટ્ય નો એક જ દિકરો સે...!
આવુ વાક્ય બોલતા પહેલા...
એમના પડોશી ભગવાનભાઈ તો નથીને...એ જાણી લેવુ ..!
December 1  / 2011  /  at 7:00pm
.................
ફેસબુકીયો કવિ,અને બાપ બન્ને..અનાયાસે જ બને છે...
હા બન્ને મા ભોગવવાનુ એની ઘરવાળીને જ આવે છે...!

November 28 /  2011  /  at 8:12pm
...........................
આને ભારતીય પતિદેવોની કરૂણતા ગણવી કે...
ભારતીય પત્નીઓની "શરમાતી મુર્ખતા " ...?
યુગલ જ્યારે શોપીંગ કરવા જાય...ત્યારે બધી ચીજોની ખરિદી સાથે રહીને કરે..સમજ્યા...
પણ જ્યારે પત્ની દેવી...પોતાના અંડરવેર ખરિદવા જાય...ત્યારે પતિને દુકાનની બહાર ઉભો રાખીને...ખરિદી કરે...
એક્ચ્યુઅલ સાચુ માપ જાણનારો...બહાર બગાહા ખાતો હોય..
.....
{નારીશક્તિ વિવેક રાખે...આ કટાક્ષ છે}
November 10 / 2011  / at 10:35am
..................
પેલાના વખતની કાર જુઓ કે રેલગાડી જુઓ..કે ટ્રકો જુઓ કે હિરોઈનુ...એકદમ ભદ્દા આકારની ....
અટાણની હિરોઈનુ કે મોટરો..કે રેલગાડીઓ એકદમ સ્લીમ સોફ્ટ રૂપકડી...
આને " પરિવર્તન " કેવાય...હમજ્યા..યાર..!
તો હાહરાએ લટાકાવેલુ " બાયડીરૂપી " ગાજર આજ ઘીહોડા ના ડીટીયા જેવુ થય ગ્યુ,ગલકુ બની ગ્યુ...એને શુ હમજવુ...?

November 5 / 2011 /  at 9:11am
..........................
દીવાળી પર ઉઠતા અમુક પ્રશ્નો....
[૧] દિવાળી પર જ કેમ ભંગાર ની ઘરાકી વધુ હોય સે..?
શુ ભગવાન જ પોતે " લાવો જુનો ભંગાર "...
એવુ બોલીને પત્નીઓને પરિવર્તન માટે લલચાવતો હશે...
{૨}કાળીચૌદશે ઘરવાળી બઝારમા પાણીના વર્તુળો બનાવીને શુ બતાવે સે..?
મારા ધણીના પગ કેટલી વખત કુંડાળામા પડ્યા એ કે બીજુ કશુ...?
{૩}વાઘબારસનો મહિમા..સસલા અને હરણ જેવુ નિર્દોષ જીવન જીવતી ભારતીય પ્રજામા વાઘ જેવી નૈતિક હિમ્મત આવે...
તો શુ.આ "નૈતિક હિમ્મત"બાયુમાણા મા જ આવી કે શુ..?
{ટાઈડની એક જાહેરાત જોઈ લેવી}
{૪}ધનતેરસ લક્ષ્મીપૂજન..આ દિવસે ગુજરાતમાં મહાકાળી, સરસ્વતી અને મહાલક્ષ્મીનું પૂજન થાય છે.
પૌરાણિક આખ્યાનો પ્રમાણે લક્ષ્મીપૂજન .પેલ્લી વાર વિષ્ણુ દેવે કર્યું હતું.આ જોતા ભગવાન પણ ઘરવાળીના ટાટીયા દબાવતા હશે....કે શુ.....?
{૫}લોકો દીવાળીને દિવસે બધા મો મીઠા કરાવે સે..તો શુ એવુ હશે કે ભંગારમા પતિને વેચી દેવાને બદલે
એક વરસ હજી ઢહડી લેવાની દાનતે.. બચી ગયેલા પતિદેવોને સ્વીટ કોમ્પ્લીમેન્ટ્સ અપાતા હશે..?
{૬}નવા વરહના દિવસે પત્નીરાણી પતિને પગે લાગી ને...
" આખુ વરહ ગદ્ધાવેતરુ " કરતા રહેવાના આશીર્વાદની..શુ માંગણી કરતી હશે..?
{૭} ભાઈબીજ..એ પતિની ગુલામીના ઇનિશીયલ કેરેક્ટર ગણાય...
પોતાની હાંક કેવી પ્રવર્તે સે..ઇ સાબિત કરવા ઘરવાળી બીજથી ફોર્મ બતાવે સે
....
નવા વરહે ....પતિદેવોની... ભગવાન પાહે માંગણીઓ ..કદાચ આવી હોય...
.
{૧}ભગવાન અમને એવા બુશ્કોટ આપજે..કે જેને ગર્લફ્રેન્ડના વાળ ના ચોંટે
{૨}બાયડીએ બનાવેલ ટીફીન ભલે ઓફિસની સેક્રેટરી ઝાપટી જાય..પણ એના વળતર રૂપે
એકાદિ આંખ સેક્રેટરી પાહે અમારી બાજુ મરાવજે...!
{૩}તમે સોળ હજારને પવણ્યા..તોય તમારી ગૃહસ્થી હાલતી’તી..અમારી ઝોળીમા સોળ તો નાખ્ય ..યાર..
રોજ બાજરાના રોટલા અબખે પડી ગ્યા સે...એકાદિ વાર તો પીઝા ખવરાવ્ય...!
{૪}ઠામણા ઊટકતા હાથ દુખે ..તે દિ બાયડી ટાટીયા દબાવવાની જીદ ના કરે...યાર ગોડ..
{૫} પડોશણ હાવ ભાઠુ સે...એકાદુ હારુ મોડલ મોકલજે..તારે ક્યા તાણ સે...?
{૬} બાયડીએ ધોકો ઝીંક્યો હોય તે દિ ડાગતરને કે’જે ..જાજા સવાલ નો પુછે અને સારવાર ચાલુ કરે..
{૭} હાહરાપક્ષવાળા મારી પત્તર ખાંડી નાખે સે...એને કો’ક માથાનો ભટકાડજે...!
{૮}મારી એક ની એક રુપકડી સાળી જ્યારે એની બેનને મળવા આવે તયે..અમારા "ઇ"એને રેઢી નથી મેલતા...
તો હે પરભુ...હવે હમજી જાને વળી...તને ક્યા હમજાવવો...

October 21 / 2011  /    at 6:48pm
................................................
ઇ તો સ્યાર પાંચ પેસીંન્દરને વલ્ડ ટ્રેડ સેન્ટરે ઉતરવુ’તુ અટલે અમે ડાયરેક સેવા આપી..
લાદેને જમરાજા આગળ ખુલાસો આપ્યો...
જમરાજા : પણ ગોલકીના.. ગેલઘાઘરીના હાળા.. બીજુ બલુંગ કેમ ભટકાડ્યુ...?
લાદેન : એમા એવુ હતુ ..કે એક પતિએ મને.. પોતાની બાયડીને પિયર મુકવા જાવાનુ કીધુ હતુ એટલે..યાર...!
October 10 / 2011 /   at 8:36pm
......................
શરદપૂનમની નાઈટડી ને
કાંઈ મુન રાઈઝ્યો અ-સ્કાય રે
આવેલ ભાષા ભર્યા
October 5 / 2011 /  at 12:45pm
.......................
એક રાજા હતો..એનુ નામ ખાજા...એની રાણીનુ નામ.... ખાજલી..
બેય જબરા રોમેન્ટીક...બધી બાયડીયુ હોય એમ ખાજલી થોડી’ક..દુટી ડાયી....
રોજ ખાંડ ખાઈને પતિદેવને મળવા જાય...
પતિને ખાજલી રાણી ગળી લાગે..અને બસ એના ગળે બાજેલો પયડો રે..
એક દિકરો થ્યો..એનુ નામ " ગળ્યો ખાજો" ....
{ પાછળથી એણે જાતિ પરિવર્તન કરતા એ " સાટા " તરિકે કુખ્યાત બન્યો " ..}
રાજાને તો ખાજલીના રોમેન્ટીયા લફરામા ...રાજકાજનુ ભાન ન રહ્યુ...
પરજા ત્રાસી ગય...કાઈક કરવુ પડશે આ રાજાનુ....
એમ વિચારીને સહુ એક સાધુ તપ કરતા હતા ..એની પાસે ગયા....
એ સાધુનુ નામ...ડાગતર હતુ....ડાગતર મા’રાજ અ..અમારા દુ:ખડા હરો...
ડાગતર તો પોતાની તુમડાની પેટીમા પાર વગરની શીશીયુ અને અજીસન ભરીને રાજા પાહે આવ્યા...
જોયુ ..તો ખાજા રાજા..ખાજલીરાણીના ગળહટા પ્રેમ મા ગળાડુબ ...
ડાગતર સાધુએ રાજાને ઢંઢોળ્યો..પણ રાજાને તો એની ખાજલી સયુંક્તા સિવાય કશૂ ન દેખાય...
છેવટે..ડાગતરસાધુએ રાજાને શ્રાપ આપ્યો....જા તારી કુખે જે બાળક અવતરસે એ મલકને નવરુ નય રે’વા દે...
આખા મલકને રાત અને દિ..રાંધતા અને ખાતા....કામ કરતા અને આરામ કરતા..સુતા અને જાગતા..હોફિસે હશે કે ટોયલેટમા...
તારી દિકરી એને પજવ્યા રાખશે....એને મલક " ખુજલી " તરિકે ઓળખશે...
ડાગતર સાધુ નો આવો ક્રોધિત એટીટ્યુડ જોતા..રાજાની આઈ’ઝ ..ઓપન થય...
રાજાને ભાન થયુ કે..પોતે બહુ જબરી ભુલ કરી બેઠો.." હા પસતાવો વિપુલ ઝરણુ "એને ફરતુ આંટા વાઢી ગ્યુ....
રાજા ડાગતર સાધુના પગે પયડો..અમારા ગના માફ કરો મા’રાજ...
ડાગતર સાધુ તો કૃપાના અપાર ઓશન હતા..
એણે રાજા દ્વારા ઉદભવેલી કન્ટ્રોવર્સીમાઅ થોડી’ક છુટ આપી...
જા ખાજા રાજા..તારી દિકરી જેને વળગશે..એનો ઇલાજ હુ કરીશ....
આમ "ખાજા ખાજલી અને સાટા ખુજલી ની વાત અહી પુરી થય...
...
{" સાટા "ભાય ને જે બે ત્રણ ગર્લફ્રેન્ડ હતી..એનુ નામ એકઝીમા,દાદર,ચળ અને ખંજ હતુ..એવુ એમના એક મારફતિયાએ અમને કહેલ...}

October 1 at 12:43pm · Like · 13
..........................
Himmat Chhayani Patel:
‎"ડાગતરસાધુએ રાજાને શ્રાપ આપ્યો....જા તારી કુખે જે બાળક અવતરસે એ મલકને નવરુ નય રે’વા દે.....
{ આમા કોયે એવી દલિલ ના કરવી કે..રાજાને દિવસો રહે ખરા...? તમારુ વાંચન નિરિક્ષણ..બહુ સારુ સે ..ઇ અમે જાણીએ જ સયે...}
October 1 / 2011 /  at 12:46pm · Like · 9
......................
પેલા આવ્યુ નંબર પોર્ટેબીલીટી...
હવે આવ્યુ..વિમા પોલીસી પોર્ટેબીલીટી...!
ગવઢા માણસો એ લાળુ પાડવાની જરૂર નથી...અમુક મુસિબતની પોર્ટેબીલીટી ન આવે વાલા..
જે સે એમા જ ગુજારો કરી લેવો..હાન્ઢિયા ના હોઠ કોય દિ હેઠા નો પડે..શિયાળ ના બનો..!
October 1 / 2011 / at 12:19am
.....................
એક વાર ભુવા્ને માતાજી પંડ્યમા આવ્યા...
ભુવા માંડ્યા ધુણ્વા...હવ ભાયુ /બેનુ આશિર્વાદ લેતા’તા
એક બેન ભુવાને પગે લાગ્યા..ભુવામા આવેલ માતાજી એ આશીર્વાદ દીધા
જા તારે દિકરો થાહે...!
ઓલી પગે લાગનાર બાઇ બોલ્રી...
માડી..ભુલી ગ્યા...હુ તો રાંડી રાંડ સુ...!
ભુવા બોલ્યા : તો ઘરઘી જા...મારુ વચન ફોક નો જાવુ જોયે..
September 16 / 2011 /  at 8:42pm
..................................
વાંદરાને તમે મમરા ખવરાવતા હોવ...
અને કોઇક વાંદરાનુ પુછડુ દબાવે....
તો...વાંદરો લાફો તો મમરા ખવરાવા વાળાને જ ઝીંકે...!
.
પેટ્રોલનો ભાવ વધારો...લાફાની જેમ વાગ્યો...

14 / 09 / 11 - 6:58pm
-------------
આ ચાર વાતનુ દુ:ખ પ્રભુ કોઇને ન આપે
ફળીયા મા તાડ
પડોશી લબાડ {મોટેભાગે પડોશણ}
પુંઠે પડ્યુ ચાંદુ
ઘરનુ બયરુ માંદુ
એક્ષ્પ્લેન=જો ફળીયામા તાડનુ ઝાડ હોય તો
છાયો તો ન મળે પણ આવતા-જાતા કાંટા લાગે
પડોશમા જો સારી ગૃહિણી વસતી હોય તો
એના ઘરના કચરા નો યોગ્ય નિકાલ કરે,પાડોશ સ્વચ્છ રાખે
પીઠના ભાગમા ચાંદુ પડ્યુ હોય તો ઉંઘ સંતોષપુર્ણ ન થાય
ઘરવાળી બિમાર પડી હોય તયે હોટલનુ ગળસી ગળસીને ઠાકી જાયી
હા ઘણાની બયરી જીવલેણ બિમારીમા ખાબકે તયે એને તો જણે
પુર્વ દિશામા સુખ નો સુરજ ઉગતો દેખાય..
{નારીશક્તિ વિવેક રાખે આ વ્યંગ સે

September 12 / 2011 at 5:00pm
-----------------
કન્યા જોવા માટે જાતા જુવાનિયા ને ધ્યાન મા રાખવા જેવી બાબત....
કન્યાના ફિગરને નિરખીને જોવા કરતા.... એની મમ્મીને જોઇ લેવી...
જો ટીપણાદર્શન થાય તો....યાદ રાખજો...૧૫ વરહ પસે....
હુબહુ..એવો જ આકાર તમારા પૈસે તમારે હિંચકે હિચકતો હશે...
{મારો જાત અનુભવ
·
September 8 /  2011  at 8:08pm
-----------------------
હાહરો જ્યારે દિકરીને વળાવતો હશે...
ત્યારે થોડુ’ક જમાઈનુ પણ રોતો હોવો જોઈએ...
બીસ્સ્સાડો.... જમાય...!

August 30  /  2011  at 7:30pm
----------------------
જ્યાર થી સત્યવાનને... સાવિત્રી જમરાજા પાહેથી છિનવી ગઈ..
ત્યારથી જમરાજાએ પોતાના પાડા માથી હોરન કઢાવી નાખ્યુ સે..
કોઈ પરણિત પુરૂષનુ ભોડુ ઉલાળતા પેલા જમરાજને’ય બીક લાગે સે
એક રાક્ષસને ઋષિએ શ્રાપ આપ્યો..તુ તારી બાયડી સાથે સો વરહ જીવીશ
... .
.
{નારીશક્તિ વિવેક રાખે..આ વ્યંગ છે}

August 1 /  2011     at 9:07am
---------------
જ્યારે કેળાની છાલ ઉતારતા હોઈએ ત્યારે..

ક્ષણ પુરતી દુ:શાસન વૃતિ આપડા પર સવાર થતી હશે..!
.
[રાજકોટ બસસ્ટેન્ડ પર એક ભાઈને કેળા ખાતા જોયા પછી આવેલો વિચાર]

· July 25  /  2011     at 6:13pm ·
-----------------

કંસ રાક્ષસ જ નહી અક્ક્કલમઠ્ઠો પણ હતો..!
કોડા ને ભવિષ્યવાણી દ્વારા જાણ કરી કે આઠમુ સંતાન તારો જીવ લેશે તોય વાસુદેવજી-દેવકીજીને જેલના એક સેલમા રાખ્યા...!
.
[આધ્યાત્મિક વિચારધારા વિવેક દાખવે ]

· July 24  /  2011     at 11:10am ·
-----------
વરઘોડો એટલે..........
પત્નિની જીતનુ વિજય સરઘસ કાઢતો .
પ્રથમ પંક્તિનો ટેકેદાર..... ડફોળ પતિ...!
· · July 13  /  2011    at 1:56pm ·
-------------
એનાથી ઉભા થાંભલા પર ચડાયુ,ને આખા શહેરમા રોશની થઈ ગઈ,
એક સસલી શી નાર પ્રેમમા પડીને, વાયરમેન ખરગોશની થઈ ગઈ,

· · July 12  /  2011    at 11:28am