બાકી હન્ધુય ઠીક છે, બસ એક બાયડી ની જ બીક છે,
પ્રત્યક્ષ હોય તો પળોજણ પીયરે હોય તો પીકનીક છે
ધોકા ધુંબા ગડદા સાવરણીયુ ને છુટ્ટા મારેલા ચંપલા
અમે હજીય જીવીએ છીએ એ નીશાનેબાજીમા વીક છે
ભવસાગર પાર કરવા સ્પીડ બોટ સમજીને પરણેલા
ગૃહસ્થી ડુબશે મઝધારમા બૈરી કદ મા ટાઈટેનીક છે
અડોશપડોશને પહોચી વળે ને રાખે ધણી ને ધાક મા
શાકમાર્કેટ શોપીંગ મોલે એને કાયમી લમણાઝીંક છે
.
આ વ્યંગ થયો....હવે નરી વાસ્તવિક્તા
.
.
જેના ધણી ફેસબુક મા વળગ્યા એની બાયડી પરેશાન
ઘરવાળીના જોડકા લખવા હિમ્મતની આ જુઠી ટ્રીક છે
15 / june / 2012
...............................................................................
૨૦૨૦ મા ફેસબુક બંધ થાહે - એરિક જેક્સન
બીસ બીસ કી બાત છોડ , અભી ક્યા કરને કા યે સોચ
ફેસબુક રોટલા નહી દેગી તુજે, કુછ કામ કરને કી સોચ
નહી કામ કા નહી કાજ કા દુશ્મન હૈ બડા તુ અનાજ કા
કીપેડ માઊસ ચલાતે તેરે હાથ કો ક્યુ ના આતી મોચ
પ્રોફાઈલ કી બહુત હી કેર કરે વાઈફ બચ્ચે કો છોડ કે
રખતા હૈ વોલ કો સાફ સુથરા પડને દેતા નહી ખરોચ
ડિસ્પ્લે પીક્ચર શેર કા રખ્ખા ઔર નામ રખ્ખા ટાઈગર
સોતા બીવી કી લેગીન્સ પહન કે તાકી ઘુસે નહી કોક્રોચ
આલસ લડકી સે શાદી કી હૈ તો બેકારી તેરે ઘર જન્મેગી
પ્રમાદ બેટા ભી પેદા હોગા કુછ દિખા પોઝીટીવ એપ્રોચ
7 / june / 2012
....................................................
ઢોંગી ગુરૂ ની મુદ્રામા દેવ દેખીને ચેલા હરખાય સે
November 25 / 2011 / at 12:14pm
November 21 / 2011 / at 6:27pm
November 14 / 2011 at 4:41pm
October 17 / 2011 / at 8:09pm
October 2 / 2011 / at 5:38pm
September 23 / 2011 / at 7:34pm.
September 17 / 2011 / at 2:14pm
ચંપલને છાતીએ ભેટવા ગારો જો ઉમડી રહ્યો છે,
પ્રત્યક્ષ હોય તો પળોજણ પીયરે હોય તો પીકનીક છે
ધોકા ધુંબા ગડદા સાવરણીયુ ને છુટ્ટા મારેલા ચંપલા
અમે હજીય જીવીએ છીએ એ નીશાનેબાજીમા વીક છે
ભવસાગર પાર કરવા સ્પીડ બોટ સમજીને પરણેલા
ગૃહસ્થી ડુબશે મઝધારમા બૈરી કદ મા ટાઈટેનીક છે
અડોશપડોશને પહોચી વળે ને રાખે ધણી ને ધાક મા
શાકમાર્કેટ શોપીંગ મોલે એને કાયમી લમણાઝીંક છે
.
આ વ્યંગ થયો....હવે નરી વાસ્તવિક્તા
.
.
જેના ધણી ફેસબુક મા વળગ્યા એની બાયડી પરેશાન
ઘરવાળીના જોડકા લખવા હિમ્મતની આ જુઠી ટ્રીક છે
15 / june / 2012
...............................................................................
૨૦૨૦ મા ફેસબુક બંધ થાહે - એરિક જેક્સન
બીસ બીસ કી બાત છોડ , અભી ક્યા કરને કા યે સોચ
ફેસબુક રોટલા નહી દેગી તુજે, કુછ કામ કરને કી સોચ
નહી કામ કા નહી કાજ કા દુશ્મન હૈ બડા તુ અનાજ કા
કીપેડ માઊસ ચલાતે તેરે હાથ કો ક્યુ ના આતી મોચ
પ્રોફાઈલ કી બહુત હી કેર કરે વાઈફ બચ્ચે કો છોડ કે
રખતા હૈ વોલ કો સાફ સુથરા પડને દેતા નહી ખરોચ
ડિસ્પ્લે પીક્ચર શેર કા રખ્ખા ઔર નામ રખ્ખા ટાઈગર
સોતા બીવી કી લેગીન્સ પહન કે તાકી ઘુસે નહી કોક્રોચ
આલસ લડકી સે શાદી કી હૈ તો બેકારી તેરે ઘર જન્મેગી
પ્રમાદ બેટા ભી પેદા હોગા કુછ દિખા પોઝીટીવ એપ્રોચ
7 / june / 2012
....................................................
ઢોંગી ગુરૂ ની મુદ્રામા દેવ દેખીને ચેલા હરખાય સે
એમ પ્રેમલાને પપૈયાના ઝાડમા પમેલા દેખાય સે
નજીક લાવે સે વેલેન્ટાઈન ડે ! અને કડકડતી ટાઢ
પરણેલા લોકો બાકીના દિવસોમા ઠરેલા દેખાય સે
સગાઈ વેળાની સ્વીટી પણ પરણીને રૂપાંતર પામે
સ્વાદ ને આકારમા કંથ ને કડવા કારેલા દેખાય સે
રાખ રંગ ના કેશ થયા પણ માહ્યલા ને મધ ચાટવુ
કૃશ કાય મા વાસના તણા અગ્નિ ભારેલા દેખાય સે
શિલ ચરિત્રમા સબળ સમજે સાવિત્રીના સત્યવાદી
લંપટીના લખણ જોતા ઘણા ઘાટ ચરેલા દેખાય સે
વહાલ તણા વેવલાવેડા એ હેતપ્રેમનો પર્યાય નથી
સમજણના સમરા કાઢેલ’ હિમ્મત ’હારેલા દેખાય સે
14 / feb / 2012
------------------------------------------------------
પરણવા જનારને કઠણાઈ કોટિ આવશે ! શી ખબર
અર્ધાંગિનીને નામે, આંધી મોટી આવશે ! શી ખબર
કળી સમાન કન્યા ગોતી ને બંદો ફેરા ફરેલો ચાર
મોંઘી સાડીમા લપેટેલ લખોટી આવશે ! શી ખબર
કદ ના સંદર્ભમા અમે ગજબ છેતરાયા છીએ યારો
પીયાલી માગી’તી,ગાગર મોટી આવશે ! શી ખબર
ઘરના બારણા અમે તો કેટરિનાના માપે બનાવેલા
પરણેલ ભાર્યા ભારતી ભંભોટી આવશે ! શી ખબર
દારૂડિયા ને આશા હોય સે રમ વોડકા શેમ્પેઈનની
બાર ગર્લ એને ગંગાજળ લોટી આપશે ! શી ખબર
માલપુઆના થાળ જોઇ ને લાલચની લાળો ટપકતી
ફુટ્યા નસીબમા લખેલ રામરોટી આવશે ! શી ખબર
લગ્નની હાથાજોડીમા હાથ ધરેલો "હિમ્મતે "મિરાને
સરાહના ને બદલે કાંટાળી સોટી વાગશે ! શી ખબર
21/ jan /2012
-------------------------------------------
પરણેલ માણસ નીરખીને જોવો,જાણે ગેંડે છેતરેલો બંદર લાગે
કુટુંબકબિલામા ફસાયો એવો, જાણે સાપે ગળેલો છછુંદર લાગે
હોય ઉદાસ જે દિ મુખડુ એમનુ, હમજવુ ઘરકામ કરવાના હશે
બાયડી એની પિયરે જાય તે દી, મોજીલો ને મસ્તકલંદર લાગે
પગાર બધો હપ્તામા ખર્ચે,લાફો મારીને ગાલ ને લાલ રાખતો
જીંદગીના પર્વ ને ઉજવી જાણતો,મોટો એવો ધર્મધુરંધર લાગે
ઘાત સમાન એને કાયમ રહેતી,સાસરી સગા વ્હાલાની ચડાઈ
પીપડા જેવી સે પાટલાસાસુ,સાળો ચડી આવેલો સિકંદર લાગે
લફરાબાજ લાલો પણ પુરો, લાલચ ગજબ એની પરાકાષ્ઠા એ
સાળી સુંદર સરિતા શી ભાસે,બાયડી અફાટ ખારો સમંદર લાગે
’હિમ્મત’ બાયડી પાહે બકરુ બની જાય આમ તો પરણેલો ખરો
ફેસબુકે બતાવે સે શુરવીરપણુ,જાણે અમલ પીધેલો ઉંદર લાગે
12 / jan / 2012
--------------------------------
નથી પરણ્યા જેટલા ભાયડા ,એ સહુ મુસીબતો થી સલામત કે’વાય
સપના જુવે જે વરઘોડે ચડવાના,એને માથે ભમતી કયામત કે’વાય
લીવઇન રિલેશનમા જે ગીત હતા,એને લગ્ન કેડ્યે’પકા મત’ કેવાય
પતિની કરેલ નાની એવી ભુલ ને,ગૃહસ્થી મા આવેલ શામત કે’વાય
પારકી થાપણ જે હાહરાએ સોપેલ,એ પરાણે પેધેલ અનામત કે’વાય
પરણ્યો’તો હુ ગુલાબના ફુલને,એ કોબી થૈ ગઈ એને કરામત કે’વાય
પેલી તારિખે બાયડીની મીઠી વાતો,વાત નહી પણ ખુશામત કે’વાય
ત્રીસ દિ’નુ સહુ કરે સે વૈતરુ, એને નોકરી નહી પણ હજામત કે’વાય
જ્યારે હોય પિયરાગમન બયરી નુ, મળી સે પતિને જમાનત કે’વાય
હતુ ’હિમ્મત’નુય કુવારાપણુ,વિચારે વાગોળવા હવે અમાનત કે’વાય
5 / jan /2012
--------------------------------
ઘરવાળીને મુકીને ભાગી જવાનો, હવે કોઈ મારગ જડતો નથી.
પગ દબાવતા ગળુ દબાવવાનો, શેખચલ્લી પ્લાન ઘડતો નથી,
વાંઢાપણામા શનિ બોવ નડ્યો,લગન કેડ્યે પડખે’ય ચડતો નથી,
બાયડીનુ ભુત ધુણે સે રાત દિ, ભગાડવા એને ભુવો જડતો નથી,
બૈરી ની બ્રેકે સલવાઈ ગયો, હવે સંસારરથ ઢાળે’ય દડતો નથી,
પડોશણ ભલેને હોય રૂપાળી,પોળ બદનામ કરવામા પડતો નથી
મુખ સંતાડીને બુકડા ભરી લે સે ,જાહેરમા કોઈ માલ અડતો નથી,
તલવારના ઠુઠા ને ભલે ધાર કાઢી,પણ મ્યાન વગર લડતો નથી,
લઠ્ઠ પતિ ના હોય લખણ અપાર,રસિયા શોખનો કોટો ખડતો નથી,
ઘરના એંઠા ઠામણા ઊટકી ને, ’હિમ્મત’ ફેસબુક ઉપર રડતો નથી,
26 / dec 2011
----------------------------------------------------------------------------
વાંઢા કુવારા હવ હમજી જાજો લગનની ની લાઈફ સારી નથી
આ વાત સૌ પરણીત લોકની,એમ જ ઘડી કાઢેલી મારી નથી
કુવારા લોકની વાત કરુ તો કલામ મોદી જયા મમતા બીહારી
કેવા કેવા જલ્સાઓ કરે સે, એમને કોઈ જાતની હાડમારી નથી
પરણ્યા જે લોક પ્રેમને ખાતર, એની દશા તો વળી સાવ ભારી
વાસના તૃપ્તને વાત થૈ પુરી,પછી છટકવાની કોઈ બારી નથી
નર કુંવારો જો ફકડગીરધારી, વાડ્ય વગર્ય નાર વેવલી કુવારી
અંકુશ તો સે બકરા તણો ગોવાળ,સમજો જેણે બકરી ચારી નથી
’હિમ્મત’પરણીને તે જલ્સો કરી લીધો પસે ફેસબુકે કરે હુશીયારી
કો’ક કુવારુ મર્યાનુ પાપ લાગશે,હાસ્ય માટે આ રીત સારી નથી
·December 11 / 2011 / at 2:36pm
.......................
એ હાંભળો સવો.. હવે પાકી ખબર પડી ગય સે
બૈરી કરતા તો વધુ મને મોંઘવારી નડી રય સે
એ સાચુ કે.. કમાણી બધી બાયડી લય જાય સે
પણ બૈરી ઉપર નજર ફુગાવાની બગડી ગય સે
મારા પાકિટ ના આવક દ્વારે કાચબા ની સે સ્પીડ
જાવક તો જોર કરીને સસલાગતિએ ચડી ગય સે
રૂપાળી કામવાળી પણ હવે ભાવ વધારો માંગે સે
એને મેકઅપના પૈસા કમાવાની કડી જડી ગય સે
જાહેરાતોની કમાણીમા પણ મોંઘાઈ કેવી વધી સે
સદીની ચડ્ડી સીવડાવવામા સચીનને નડી રય સે
હૈયાબળાપા કેરો હરવિંદરયો જાગી ગયો સે મારો
ને જુઓ ભાવવધારાના ગાલે થપાટ પડી ગય સે
"હિમ્મત" કરીને ખરચા કરે સે બચતનુ ન લે નામ
પછી ફેસબુકે જોડકા લખવાની આદત પડી ગય સે
November 25 / 2011 / at 12:14pm
.........................
જ્યારે ગામમા કોઈ કન્યાના લગન લેવાય સે,
તયે એના અઢળક પ્રેમીઓ ના મન ઘવાય સે,
પરિસ્થિતિ તો એવી ગભરામણ ભરેલ હોય સે
નથી કોઇ હરખ હોતો ના મન ભરી રોવાય સે,
ભાંગલા આશિક દિલ આંસુ પણ વહાવી ન શકે
અને કન્યાના આંસુ સાડલે ને રૂમાલે લુછાય સે,
પ્રેમલા શેરીના નાકે ઉભા ખીજડા ના ઝાડ જેમ
"બાય હની"એટલુ બોલતા ગળે ડુમા ભરાય સે,
થાતા થઈ ગયેલો પ્રેમ કારમા બેહીને વયો ગ્યો
તોય જુવાનને રોટલામા એની સગલી દેખાય સે
પ્રેમમા પડ્યા ઉંધે કાંધ મેળ જીવતર નો વિખાણો
ને ફેસબુકે પ્રેમ ન કરવાની લુલી સલાહ દેવાય સે
એલા"હિમતા"તુ જુવાન હતો તયે શુ બ્રહ્મચારી હતો
દુખતી રગ પ્રેમીની દાબતા તુ કેમ બોવ હરખાય સે
November 21 / 2011 / at 6:27pm
........................
કેમ સમજાતુ નથી મને કે,મલકમા આવુ શુ લેવા ને થાય સે,
સચ્ચાઈ રહે બાર ગાઊ છેટી, ખોટુ વ્યવહારમા ખપી જાય સે,
કુટુંબ કબીલા લઈને જે બેઠા, નીત નવા ઢોંગ કરતા ફરે સે
દુખતી રગ દબાવો જરા તો, દુશ્મન તમારા બની જાય સે,
આખુ વરહ ગદ્ધામજુરી કરે,પસે દિવાળીએ વાપરે સે બેફામ
બેંગકોકની ઇ કઈ માતાજી, જેની જાત્રા એ રહુડીયા જાય સે,
દિકરો બુક લેવા પૈસા માગે, તો કહે "ઝાડ પર નથી ઉગતા"
ને ગલ્લેથી પાનબીડી મંગાવવા,પૈસા ક્યાથી આવી જાય સે,
હરિદ્વાર થી લાવેલુ ગંગાજળ,છાંટે સે ઘર મા શુદ્ધીકરણ માટે
એ જ ભગતને દિવ દમણમા,દારૂનો નશો કેમ ચડી જાય સે,
ડાયરા ભજન સંતવાણીમા, હરખપદુડો થઈને રૂપિયા ઉડાડે
પસે મિટરના નાણા ગોતતા, કુતરા આબરૂને ચાટી જાય સે,
એલા"હિમ્મત"તુ તારુ કર, તારેય લાળા લફરાના પાર નથી
કો’કને લેખીત શીખ દેવામા,તારા જેવા ફેસબુકે જડી જાય સે,
November 14 / 2011 at 4:41pm
..........................
એલા પણ મારુ હાળુ નવુ વરહ તો મોંઘુ પડે સે,
વાર્ષિક બજેટનુ ગાડુ પેલા દિ એ જ ઉંધુ પડે સે,
ભાઈબીજ જમવા આયો સે મારો હડકાયો સાળો
એના જમવાના બીલનુ લિસ્ટ મને ભારે પડે સે,
સળીબાજ વેવલી સાળી પધારી બેનડીને મળવા
એના મોંઘા નખરા નિરખવા જીજો કેવો લબડે સે
વેકેશન ટુરમા જવાની જીદ્દ પકડી સે બાયડીએ
એની સિલેક્ટેડ હોટલના બીલ થી જીવ ફફડે સે
ચા પીઓ તો વીસ ને જમવા મા સો નો ચાંદલો
પૈસા આશિર્વાદ રૂપે દેવાનો નિયમ કેવો કનડે સે
એલા’હિમતા’તુ એક જ નથી ડરતો ઘરવાળી થી
આ જાણીને ફેસબુકી પતિઓ ના આંસુ દડદડે સે
October 29 / 2011 / at 6:38pm
................................................
બૈરી વાંકુ બોલે ત્યારે ભાયડાને ભારે વહરી લાગે
વગર દારૂએ ફુટી પડતી, જામેલી જામગરી લાગે
વગર દારૂએ ફુટી પડતી, જામેલી જામગરી લાગે
કંથ નુ કહેલુ જો માને તો કામીનિ કહ્યાગરી લાગે
ભરઉનાળે વરસી પડતી,વ્હાલ ભરેલી બદરી લાગે
ઘરવાળાની માંદગી ટાણે સેવાચાકરી જબરી લાગે
પડોશની પાકી વિગત દેતી,ખાવિંદની ખબરી લાગે
સાંજે સાજનની રાહે જાણે, રામલા ની શબરી લાગે
પ્રેમે વિંટાય પીયુ ને જ્યેમ, તરૂવર ને મંજરી લાગે
"એય" કહે જ્યારે સ્નેહભરી,કાને મીઠી ખંજરી લાગે
આપે નૈ જગ સાથ ત્યારે, સાચી સાથી સફરી લાગે
મિરા તુ થી હિમ્મત ને, મસ્ત જીવન મુસાફરી લાગે
.{આરતીબહેન પરિખની પોસ્ટ માથી પ્રેરણા}
October 17 / 2011 / at 8:09pm
.........................
તને જોઉ તો મને જંગલ સાંભરે,તુ મા પ્રાણીજાત રોજ નવી પાંગરે,
મને જ્યારે તુ પ્રેમ ગીત સુણાવે,એમ લાગે માંદણે પડી ભેંસ ગાંગરે,
ખરિદી કરવાના તારા શોખની હુ શી વાત કરુ મારી વિકરાળ વાલી
તારા હાથમા રહેલુ મારુ પાકીટ જાણે વાઘના મુખમા હરણકુ ભાંભરે
તારા બાપે કેવો મેળ બેહાડ્યો સે આપડો મને ઇ હજી નથી હમજાણુ
જો લખણનો સંદર્ભ બાંધીને કવ તો ગેંડા સાથે લગન કર્યા સે વાંદરે
શુ વાત કરુ કુંવારાપણાની ભલભલાને બીતા જોયા સે મારી ડણકથી
ઘોડે ચડીને લગ્નના ખાડે ખાબક્યો,એ ડાલામથ્થો સિંહ પુરાણો પાંજરે
તારા મેણા ટોણાનુ સૈન્ય ચડાઈ કરે ’હિમ્મત’ના મનોબળ કિલ્લા પર
મારા બચાવના ખુલાસાની કુતરીઓ કેવી ભસતી, રોકવા કટક કાંગરે
October 2 / 2011 / at 5:38pm
...........................
સદવિચારો સદા ક્વોટ બની જાય સે
જુઠાણા તો જલ ભંભોટ બની જાય સે,
અવળા વિચારો નો કોટ ચડી જાય સે
તયે મગજમા પણ ખોટ બની જાય સે,
શરિર સાંચવવા માટે પહેરાતુ કપડુ
પુનમ ન પહેરે તો હોટ બની જાય સે,
ઉત્તમ કવોલીટી ની હિરોઈનુ ડાયરેક્ટ
અમેરિકામા્ટે એકસપોર્ટ બની જાય સે,
બાયડીના ઘાઘરા નો જંપલ હટાવતા
ઘરવાળા માટેની લંગોટ બની જાય સે,
અર્થશાસ્ત્રી થવાથી કાઈ જ વળતુ નથી
નારી પાહે વડો કેવો ભોટ બની જાય સે,
’ઇન્ગલીશ’ મા બજાર મા ફરતુ બકરુ
બુક મા અચાનક ગોટ બની જાય સે,
એલા ’ હિમ્મત ’ હવે તુ ગવઢો થ્યો સો
આવા વિચારે જ ભેજુ લોટ બની જાય સે,
September 23 / 2011 / at 7:34pm.
.......................
મોંઘવારીમા હુ મરાઈ ગ્યો,કમાણી કરીને કપાઈ ગ્યો,
ભાવવધારો ભારે પડી ગ્યો,હપ્તા ભરતા ભુંસાઈ ગ્યો,
જે દરજી મારા કપડા સિવે, ઉભી કાતરે વેતરે સે મને
બાલ ની હજામત કરવા ગ્યો, ને ખીસ્સે હુ મુંડાઈ ગ્યો,
કાળી મજુરી કેડ્ય ભાંગે, વૈધ ઇલાજ પેલા પૈસા માગે
લોકલ બસની ગડદી જેમ, ભ્રષ્ટ સિસ્ટમે ભિંસાઈ ગ્યો
અસ્તિત્વ કોનુ રે’શે આમ,ઘાણીએ બળદ જુત્યા તમામ
જાત નીચોવીને તેલ કાઢવા,પરિસ્થિતીમા પીલાઈ ગ્યો
ગૃહસ્થીથી ગળે આવી ગ્યો,’હિમ્મત’ હવે બધુ હારી ગ્યો
જીવન ને જુગારનો ફરક, હવે જાતી ઉમરે સમજાઈ ગ્યો
September 17 / 2011 / at 2:14pm
........................
ઘડી કહટાતો ઘડી વળ ખાતો મારો રોયો મારાથી મુંજાતો
નવી નવાય નો પડ્યો સે પ્રેમમા પાહે આવતા શરમાતો
પ્રેમ નો ઉભરો આવ્યો રોયાને કેમેય કરી નથી જીરવાતો
આઘો ઉભો આય લવ યુ કે સે આયા ઢુકડો નથી ગુડાતો
કામાકુટ્યો મુવો નખરાળો મને ભાળી ને બનતો નિરાળો
શરમના શેડલા એને કેમ ફુટે એ ભેદ મને નથી હમજાતો
મુછનો દોરો ન ફુટે મહણ્યાને વર્ષ ત્રીહ થ્યા એને જન્મ્યાને
શીખંડી નો આ સગલો જખરો મારી સોડ્યમા ન હચવાતો
’હિમ્મત’ નામ થી મડદ બની ગ્યો નેટથી હોય છો નંપુષક
અતિની ગતિ ન હોય વાલીડા રાંડ્યુ સે જો ડહાપણ આ તો
15 / 09 / 11- 6:58pm
------------------
પીટ્યા તારા પ્રેમ રંગથી મારી દિલડી રંગાવી’તી
એમ જ મુવા તારામા મારે હેતપ્રીતડી જગાવી’તી
ગરદન ટુંકી વાને કાળો મારુ ભાગ્ય મારો ઘરવાળો
ફાંદની ચરબી મુવા તારે થોડી મગજમા ચડાવી’તી
પડ્યા લખણ તને હળી કરવાના મેળામા જળ્કાવેલા
પોલિસે ધોકાવ્યા તે’દિ મે તને હળદલડી લગાવી’તી
જેઠાના તુ વ્હેમમા ફરતો,ધોળી નાર દેખી લાળી કરતો
તારી ઇ માયલી સગી પાહે મે તને રાખડી બંધાવી’તી
મિરા નો આ ’હિમ્મત’રાણો ફ઼ેસબુકે તો લાગે બહુ શાણો
ઈંટરનેટને તડકે મેલી,કલાક તો ઘર સંગ વિતા્વવી’તી
September 13 2011 at 3:49pm
----------------------
ભાઈ શ્રાદ્ધ ચાલે સે...
ભાઈ શ્રાદ્ધ ચાલે સે...
ઉકરડા ફોળતા ગવઢા આતા, આજ ખીર અને પુરી ખાશે
વરહ આખુ ઢોરને ઠોલે, કાગબાપા આજ રસમાધુરી ખાશે
મર્યા પસે કાગડો થયા,પણ જુનો કબજીયાત નો ગ્યો એનો
વાસ નાખનારના નાકમા થોડો’ક, મિથેન ગેસને પુરી જાશે
લાળુ પાડવાના લખણ હતા, તે કાગડીના ટોળા ગોતતા ફરે
બગલી તો જાણે યુરોપિયન જેવી,નાની નાજુકને ભુરી ભાસે
પ્લોટની લે-વેચ કરતા આખી , જિંદગી એની ખરચી નાખી
’સોલિડ વેસ્ટ’ના ઢગની દલાલી, લેવી એની મજબુરી થાશે
’ હિમ્મત ’તારી આ કડવી વાણી, ફળ તુરા આપવાના જોજે
તારી પરજા તને પુગશે,આતમો તારો ખીર વિના ઝૂરી જાશે
·
September 10 / 2011 at 12:48pm
------------------
એ મારા રૂદિયાને ભુંડો ભવડો લય ગયેલી ભલકુડી
મારા દિલના તારને મડાગાંઠ મારીને બેઠેલી બકુડી,
તારા ગળાફાહા ના દોવડા જેવા નાજુક નરમ હાથ
ગળા ને વાહામા વહાલથી ફેરવેસ મારી ફેર ફુદુડી,
અમારા " ઇવડા ઈ " એમ કહીને જયે મને બોલાવે
કુવાડા ની ધાર જેવી તારી એકદમ કુમળી જીભડી,
’ લાવો ખંજોળી દવ ’ કહીને પસે તુ મને વલુરે સે,
એમ લાગે કે શક્કરિયાના કેરામા ફરે સે કોદાલડી,
’ જંગલ ’ જાતો તયે સિંહ મને જોઈને ભાગી જતા
ઇ " હિમ્મત " ની તે તો ,કેવી હાકી નાખી હામલડી,
September 9 / 2011 at 7:04pm
---------------
જીવન ની સહચરી મારી , ભવેભવનો સથવારો સે
કાલે ઉચકીને જાણ્યુ મે તો , એ અજગરનો ભારો સે,
પવણ્યો ત્યારે પુછ્યુ નૈ ને હરખે થયો’તો હુ હાલતો
અનુભવની આંખ ઉઘડ્યા પસે જાણ્યુ વાંક મારો સે,
ગામના ગાજતા વરઘોડા જોઈને થોડો’ક હુ હરખાતો
અમે તો એવા ભારે હલવાણા બેટા હવે વારો તારો સે,
ગધ્ધામજુરી કરવા હાટુ જુવાનીયા ને ઉપડે પરણ’વા
ધણીના રળેલા ફદિયા ભરવા કન્યા પાહે તો પટારો સે,
ઘોડા ભાગ્યા પસે તબેલે તાળુ "હિમ્મત"મારવા બેઠો સે
તારા ગાંગરોટાથી ફેર નો પડે, બતાવ જે નર કુવારો સે
August 31 / 2011 at 11:52am
------------------------------
રોજ ઠોક ઠોક કરતા હથોડાને આજ ખીલ્લી રાખડી બાંધશે,
શેરીના ડાઘિયા કુતરાભાઈને આજ બીલ્લી રાખડી બાંધશે,
આ દુનિયામા ઇસ્લામાબાદતો એક નંબરનુ આતકવાદી સે
એ સઘળા ગુના ભુલીને ભાઇને આજ દિલ્લી રાખડી બાંધશે,
વરસના બારે મહિના રાતા પાણીએ જે ભયલા રોવડાવતા
એ બેનડી પીળા પડેલા ભાઈને આજ લીલ્લી રાખડી બાંધશે,
કપાળ પરના મસ મોટા ચાંદલાએ કર્યા કઈક ધર્મોના વાડા
એ કપાતરને માડી જાયો ગણી આજ ટીલ્લી રાખડી બાંધશે,
આમ તો જુઓ આ’ હિમ્મત ’ બોલવામા ખાલી નામ મોટુ છે
ભાઈનો હાથ ના દુખે,માટે બહેન આજ ઢીલ્લી રાખડી બાંધશે,
August 13 / 2011 at 10:07am·
--------------------
તુ જ્યારે સાવરિયો કહે સે તો સાવરણી યાદ આવે સે
તારી ઉચ્ચારેલી ગાળો ગાળવા, ગરણી યાદ આવે સે
પ્રેમથી પુંઠે કેવો ફેરવ્યો હાથ,ને પછી આખા ઘર મા
ઝાડુ પોતા કરાવી, પતી ગયેલો ધણી યાદ આવે સે
પત્થર બની પતી ગયો પરણ્યો એટલે તારો આ હિરો
લગ્ન પહેલા ચમકતો હતો પારસમણી યાદ આવે સે
યાદ કર શાક માર્કેટ જ્યા આપડી પેલી આંખ મળેલી
જોઈ ગયેલા તારે બાપે મારેલી બરણી યાદ આવે સે
મને મળી તયે ઘરના શાકની થેલી તને દઈ દીધેલી
તે’દિ ખરિદેલી મોઘા ભાવની એ રિંગણી યાદ આવે સે
બ્રહ્મપુત્રા જેવી પખ્તીને ગાંડી,કેવી રીતે બાંધુ સ્નેહબંધ
પ્રેમ વખતની સાઈઝ યાદ કરતા ઝરણી યાદ આવે સે
આ જગતમા ’હિમ્મત’ બૈરી નો ગુલામ બનીને રહી ગયો
કાળ ચોઘડીયે કરેલી એના હાથની માંગણી યાદ આવે સે
August 4 / 2011 at 10:51am
------------
ઓપરેશન હતુ અમારા હાર્ટનુ, ડોકટરના હાથમા છીણા ને હથોડા હતા
તુટતા વછુટ્યા કુકર્મો અપાર, સતકર્મોના અંશો તો એકદમ થોડા હતા
લોહી વહેવાની ધમની ખોલી,જ્યા સ્વાર્થ-કોલેસ્ટના જામ્યા પોડા હતા
દેશદાઝ તો ક્યાય દેખાઈ નહી, ઠાલા મુખ વચન ના ખોટા તોડા હતા
એકખુણામા જ્યા ખોદકામ કર્યુ, મળ્યા જે એ સ્વભાવે સાવ ભોળા હતા,
કાયમ વસ્યા એ મારા હ્રદયમા,’મિરા’ને હમજવા "હિમ્મત"મોડા હતા
[ તખલ્લુસ ગઝલમા હોય,જોડકણામા નય વાલા ]
July 23 / 2011 at 9:50am
------------
એલા હવે ઢાંઢા જેવડો થ્યો,હવે તો કઈક હમજ. કોડા,
પડ્યો પડ્યો કાટી ગ્યો, હવે થોડો વાપર મગજ. કોડા,
કન્યા જોવા જા ત્યારે રાંધતા આવડે કે !એવુ પુછાય
કોઈ સાથે લફરુ કરેલુ કે નહી.! એવુ ના પુછાય કોડા.
દહીનો વઘાર આપેલી તિખારી મીઠી બહુ જ બને છે,
વધુ મીઠડી બનાવવા એમા બાસુંદિ ન નખાય કોડા,
ગુમડુ તને થયુ છે,એને માણસના ડાકતર મટાડી શકે
સબંધનો લાભ લેવા પશુ ડોકટર પાસે ન જવાય કોડા,
ધક્કા મારીને જ વાહન ચાલુ કરવાની તને આદત છે
હોડી બંધ પડે ત્યારે ધક્કો મારવા હેઠુ ન ઉતરાય કોડા,
પીઠના ભાગમા થાય એ મુંઢીયા પ્રકારનુ ગુમડુ કે’વાય
જુવાનીમા ગાલે થતા ખીલને બામલાઈ ન કે’વાય કોડા,
ફેસબુકે હિમ્મતને સહુ લાઈક આપે, એ ભેરુની નમ્રતા છે
મિત્રોનો આ ભાવઅર્પણ, તારી લાયકાત ન ગણાય કોડા,
July 20 / 2011 at 5:58pm
--------------
લાલચમા ક્યાક સોંઘુ નડી જાય,
ઉત્સાહમા એ જ મોંઘુ પડી જાય,..............
વીસના કિલો રિંગણા નક્કી કરી
ઓગણીસ દેવાનુ મોંઘુ પડી જાય,..............
હડકાયા કુ્ત્તાને હડ્ય ના કે’વાય,
૧૪ ઇંજેક્શનદર્દ મોંઘુ પડી જાય,..............
પ્રેમના શરદીગ્રસ્ત સાજન સાથે
રોજ પલળવાનુ મોંઘુ પડી જાય,...............
ખીસ્સા વગરના ખમીસ પહેરીને
સફરે નીકળવાનુ મોંઘુ પડી જાય,.............
પરણી લીધા પછી તકિયા નીચે,
ફોટા સંઘરવાનુ મોંઘુ પડી જાય,..............
ચશ્મા આવ્યા પછી, ઝાપટ મારી,
માંખો ઊડાડવાનુ મોંઘુ પડી જાય,..............
લગ્નસરામા મેંદીને ચટણી સમજી
બોળેલુ એ ભજીયુ મોંઘુ પડી જાય,..............
બે ગલાસ જ્યુસ પીધેલ બેબી ને
શિરે બેસાડવા નુ મોંઘુ પડી જાય,..............
લુઝ-મોશન પીડીત પુજારીજી ને
શંખ વગાડવાનુ મોંઘુ પડી જાય,..............
H.P.એટલે હિમ્મત પટેલ હમજવુ,
હરખપદુડા ગણવુ મોઘુ પડી જાય,
Saturday, July 9, 2011 at 11:22am
-------------------------
તમ પેલાની પળો, વરસ જેવી હતી,
તમ મળ્યા, છીપી તરસ.. કેવી હતી,
વસ્તુ કોઈ વૈદ્ય થી, સરસ લેવી હતી,
મનની વાત, અરસ પરસ કે’વી હતી,
.
[કવિરાજને સળેખમ થઈ જતા,દવાની બાટલી સામે રદીફ-કાફિયા ઠઠાડવા,
ઉકરડાનો બખુબી ઉપયોગ કરી.." ગઝળેખમ " રચી નાખે છે...]
૩૦નંબર બીડીની,દરેક કસ કેવી હતી,
ચોર ભાગી જાય, ઉધરસ. એવી હતી,
દવાખાને ગડદી,સીટી બસ જેવી હતી,
રિસેપ્સ્નિસ્ટ લેડી મોટી મસ કેવી હતી,
ખીસ્સાની હાલત, કાપરસ જેવી હતી,
દર્દ ને થોડી છાય કપિરસ દેવી હતી,
....
[કાપરસ = કંજુસ = તખ્ખલ્લુસ નો હમજવુ]
કપિરસ = અટલે પીપળો થાય, ઇ તો હવ જાણે જ છે
Saturday, July 2, 2011 at 11:44pm
---------------
આમ જોવો આ વરસાદ પડી રહ્યો છે,
રસ્તો ધોવાતા જુનો કેડો જડી રહ્યો છે,
રસ્તો ધોવાતા જુનો કેડો જડી રહ્યો છે,
અગાશી ખાળીયે થી મબલક પાક દડી રહ્યો છે,
મકાનનો હપ્તો હવે ભરાશે,જે મને નડી રહ્યો છે,
ટાર્ગેટ પુરો કરવા વ્યાકુળ મથતો ..
મેનેજર મે મહિનાથી લબડી રહ્યો છે,
આમ જોવો આ વરસાદ પડી રહ્યો છે,
ચંપલને છાતીએ ભેટવા ગારો જો ઉમડી રહ્યો છે,
પ્લૈન સોલ પણ પ્રેમવશ ગારા ને જકડી રહ્યો છે,
ભીંત કને કોરી જમીને કુત્તરા ઉહકારે..
લાકડી લઈ ડોસો એને તગડી રહ્યો છે,
આમ જોવો આ વરસાદ પડી રહ્યો છે,
બગડ્યુ વાઈપર ઠોક્યો મોરો,આગળ ઉભેલી કારને
ટેલલાઈટના નાણા ખેરવા ડ્રાયવર ઝગડી રહ્યો છે,
અષાઢી પાણી ઘુસ્યા સાયલેંન્સરમા
ભોંઠો બાઈકર લિવર મરડી રહ્યો છે,
આમ જોવો આ વરસાદ પડી રહ્યો છે,
રસ્તો ધોવાતા જુનો કેડો જડી રહ્યો છે,
Wednesday, June 29, 2011 at 2:41pm
jordaar vira Himmata .. jordaar ....
જવાબ આપોકાઢી નાખોબહુત બહુત બધાઇ !!
જવાબ આપોકાઢી નાખોઅફલાતુન રચનાઓનો અદભૂત સંગ્રહ....(ટેભા તોડી નાખે ને પેચોટી ખેહવી નાખે તેવી કવિતાયું....)
જવાબ આપોકાઢી નાખોjordaar ....jordaar ....jordaar ....jordaar ....jordaar ....
જવાબ આપોકાઢી નાખોઅરે વાહ !!!! મોજ પડી ગઇ હોં...
જવાબ આપોકાઢી નાખોઆ બવ હારુ કઈરું ...બલોગ બનાઈવો ઈ.....
જવાબ આપોકાઢી નાખોઅરે વાહ
જવાબ આપોકાઢી નાખોહિંમતભાઇ
તમે તો જબરુ લખો છો..
વાહ વાહ
કાંતિલાલ મેરજા.મોરબી